News of Sunday, 30th November 2025
સાળંગપુરમાં બિરાજમાન શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી શેવન્તી ફુલોનો દિવ્ય શણગાર
પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન : શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી

રાજકોટ તા.૩૦ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.30-11-2025, રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા અને રંગબેરંગી શેવન્તી ફુલોનો હતો.
આજે સવારે 06:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા સિલ્કના કાપડના એમ્બ્રોઇડરી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા હતા.
મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
