<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

સાવરકુંડલાના લાપળીયા ગામ પાસે કન્‍ટેનરે પલટી મારીઃ બે કટકાઃ હાઇવે ઉપર ૪ કલાક ટ્રાફીક જામ

અંદાજે ર કિ.મી.લાંબા વાહનોના થપ્‍પાઃ વરરાજાની ગાડી ફસાઇઃ ક્રેનની મદદ લેવી પડી

અમરેલીઃ  જિલ્લામાં વાંરવાર અકસ્માતની ઘટનાઓ મુખ્ય હાઇવે ઉપર સામે આવી રહી છે.  જેમાં આજે વહેલી સવારે અમરેલી અને સાવરકુંડલા હાઇવે ઉપર સાવરકુંડલા તાલુકાના લાપાળીયા ગામ નજીક રાજકોટથી પીપાવાવ પોર્ટમાં આવી રહેલ કન્ટેનર અચાનક પલટી જતા માર્ગ વચ્ચે કન્ટેનર પલટી જતા બે ભાગ થવાના કારણે હાઇવે બ્લોક થયો હતો.
આ હાઇવે ઉપર 2 કિલોમીટર કરતા વધુ વાહનોની લાઇન લાગી હતી. જેમાં લગ્ન કરવા નીકળેલા વરરાજાની ગાડી પણ ટ્રાફિકમાં સફાઈ ગઈ હતી. છેલ્લે ક્રેનની મદદથી કન્ટેનર દૂર કર્યા બાદ ટ્રાફિક હળવો થયો. અંદાજે 4 કલાક સુધી હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી. એસ.ટી.નાના મોટા વાહનો તમામ ફસાયા હતા.
ટ્રાફિકના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જેના કારણે વાહન ચાલકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. માર્ગ બંધ હોવાથી  ટ્રાફિક વધી રહ્યો હતો. હતું. અનેક જિલ્લા મથકનો મુખ્ય માર્ગ હોવાથી રાજુલા,જાફરાબાદ,સાવરકુંડલા વિસ્તારના વાહનો પણ અટવાયા હતા.
અમરેલી જિલ્લામાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. ગઈ મોડી સાંજે સાવરકુંડલા તાલુકાના સેન્જળ ગામ નજીક બોલેરો પલટી મારતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. 2 દિવસ પહેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર બાઇક ટ્રક વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું હતું. 1 દિવસ પહેલા લાઠીના ચાવન્ડ ગામ નજીક કાર બાઇક વચ્ચે અકસ્માતમાં 1 બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત બાદ આજે કન્ટેનર પલટી મારી જતા માર્ગ ઉપર અફડા તફડી મચી હતી. સદનસીબે કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

 

(12:55 PM IST)