<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

સૌરાષ્ટ્રના જામનગર પંથકમાં વૃદ્ધ દંપતિ ઉપર પથ્થર અને ધોકાથી હુમલો કરી હજારોની લૂંટ: પશુ પ્રત્યેક ક્રૂરતા: ચાર પગ બાંધી દઈ ઢોર માર મારતા કરોડ મૃત્યુ

ધ્રોલ: સૌરાષ્ટ્રનાબીજામનગરના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડાની સીમમાં ગત રાત્રે ૪ અજાણ્યા ઇસમોએ વૃદ્ધ દંપતી (કાબાભાઇ-હિરુબેન અજુડીયા) પર પથ્થર અને ધોકા વડે હુમલો કર્યો હતો. લૂંટારૂઓ દાદીના કાનમાંથી સોનાની બુટ્ટીઓ ખેંચી તથા તિજોરી તોડી રૂ. ૬૫,૦૦૦/- ની મતા ચોરીને ફરાર થઈ ગયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે. 

બીજા એક બનાવમાં જામનગર જિલ્લાના જ કાલાવડ ગ્રામ્ય પોલીસના નાની ભગેડી ગામમાં પશુ પ્રત્યે ક્રૂરતાનો ઘૃણાસ્પદ બનાવ: ખેડૂત રમેશભાઈ સાંગાણીની વાડીમાં બાંધેલી રૂ. ૭૦,૦૦૦ની કિંમતની ભેંસને તા. ૨૮/૨૯ની રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ તેના ચારેય પગ બાંધી દઈ માથા અને પેટના ભાગે  ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (સંજય ડાંગર અકિલા ધ્રોલ)

 

(4:03 PM IST)