<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

હળવદમાં દુર્ઘટના ટળી: ડાયવર્ઝન બોર્ડ ન હોવાથી કાર નાળામાં ખાબકી: ત્રણ લોકોનો આબાદ બચાવ

રસ્તા પર ચાલી રહેલા કામને કારણે મૂકવામાં આવેલા ડાયવર્ઝનનું કોઈ બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં ખેતરડી અને નાડધ્રી ગામ વચ્ચેનો રસ્તો ઓળંગતી વખતે એક કાર નજીકના નાળામાં ખાબકી હતી. આ અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ એ હતું કે રસ્તા પર ચાલી રહેલા કામને કારણે મૂકવામાં આવેલા ડાયવર્ઝનનું કોઈ બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. સદભાગ્યે, આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

(6:49 PM IST)