News of Sunday, 30th November 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડ હેઠળના જામવાડી, બીલીયાળા અને કોલીથડ સહિત ચાર કેન્દ્રો પર સોમવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ
જીગીશા પટેલ વિરુદ્ધના વિરોધમાં લેવાયો નિર્ણય : આક્ષેપો ખોટા હોવાના દાવા સાથે વિરોધ દર્શાવતા વેપારીઓએ ખરીદીની કામગીરી બંધ રાખવાનું નક્કી કર્યું

ગોંડલ માર્કેટિંગ યાર્ડ હેઠળના જામવાડી, બીલીયાળા અને કોલીથડ સહિત કુલ 4 કેન્દ્રો પર આવતીકાલે (સોમવારે) ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય જીગીશા પટેલ વિરુદ્ધના વિરોધમાં લેવાયો છે, જેમણે બીલીયાળા કેન્દ્રમાં એક યુવાને સરપંચ અને ગણેશના માણસો દ્વારા માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપો ખોટા હોવાના દાવા સાથે વિરોધ દર્શાવતા વેપારીઓએ ખરીદીની કામગીરી બંધ રાખવાનું નક્કી કર્યું છે, જેના કારણે ખેડૂતોની ખરીદી અટકી જશે
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
