<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

અકિલા ન્યૂઝ : એક અલૌકીક વિવાહ, સ્વર્ગસ્થ બા અને દાદા ની હાજરી મા યોજાયા વિવાહ સંસ્કાર, બાબરા ના પ્રતિષ્ઠીત રધુવંશી હસમુખ ભાઈ પોપટ ના દીકરી, ચિ. પુજા બેન બાળપણ થી બા અને દાદા પ્રત્યે હતો, પુજાબેન ની મન ની ઇરછા હતી કે, માતા ભાવિકાબેન પિતા હસમુખભાઈ તો હાજર હોય જ પણ, બા લતાબેન અને દાદા નંદલાલભાઈ પણ આશિર્વાદ માટે હાજર હોય, કુદરત ને મંજુર નહી હોય એટલે આ જાજરમાન વિવાહ પુર્વે જ બા અને દાદા સ્વર્ગે સીધાવ્યા, દીકરી ની લાગણી પારખી હસમુખભાઈ એ તાબડતોબ દેશ ના અનેક મુર્તિ બનાવનાર નો સંપર્ક કરી બા, દાદા ની આબેહુબ મુર્તિ બનાવી દીકરી નુ આગમન થાય એ પહેલા મંડપ મા સ્થાપીત કરી, જ્યારે દીકરી એ બા દાદા ને જોયા ત્યારે લાગણી નો ધોડાપુર ઉમટ્યા, હાજર સૌ મહેમાનો ની આખો પણ ભીની થઈ હતી. : જુઓ વિડિયો

(9:27 AM IST)