તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 1st December 2025
જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો અને વિસાવદર, ભેસાણ, કેશોદ, વંથલી, માણાવદર, મેંદરડા-માળીયા હાટીના, માંગરોળ સહિતની તાલુકા પંચાયતોની બેઠકોનુ નવું રોટેશન જાહેર થતાં ધુરંધરોનાં રાજકીય ગણિત અધ્ધરતાલઃ અવનવા તર્ક વિતર્ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકો સાથે નવા રોટેશન મુજબ ચૂંટણી થશેઃ સોરઠમાં શિયાળાની કાતિલ ઠંડીમાં રાજકીય ગરમાવો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧: જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકો માટેનું નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદાનો સૌપ્રથમ વખત અમલ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટા ફેરફારો લાવનારી જાહેરાત થઈ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકો માટેનું નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદાનો સૌપ્રથમ વખત અમલ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ જિલ્લામાં ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી છે.
નવા રોટેશન મુજબ, જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકોમાંથી ૮ બેઠકો ઓબીસી (અન્ય પછાત વર્ગ) માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત, પંચાયતી રાજમાં મહિલાઓના સશક્તિકરણ માટે કુલ ૧૫ બેઠકો મહિલા ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે.
અન્ય અનામત જોગવાઇઓઃ એસસી (અનુસૂચિત જાતિ) માટે કુલ ૩ બેઠકો અનામત જાહેર કરાઇ છે. જ્યારે એસટી (અનુસૂચિત જનજાતિ) માટે બેઠક અનામત જાહેર કરાઈ છે. આ નવા રોટેશનની સીધી અસર વંથલી, કેશોદ અને માંગરોળ જેવા તાલુકાઓમાં બેઠકોના ગણિત પર પડી શકે છે.
જ્યારે કેશોદ તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકોમાંથી અડધી, એટલે કે ૧૪ બેઠકો મહિલાઓ માટે અનામત કરવામાં આવી છે. ભેંસાણ તાલુકા પંચાયતની કુલ ૧૫ બેઠકોમાંથી ૫ બેઠકો ઓબીસી વર્ગ માટે અનામત જાહેર કરવામાં આવી છે. આ નવા અનામત માળખાને કારણે જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારો અને પક્ષોને પોતાની રણનીતિ બદલવી પડશે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો અને જિલ્લાની તાલુકા પંચાયતોની બેઠકોનું નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૨૭ ટકા ઓબીસી અનામતની અમલવારી કરતા અનેક બેઠકોના રોટેશન બદલાયા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકોમાંથી નવા રોટેશન મુજબ SC માટે ૩ (મહિલા ૨), ST માટે ૧ (પુરુષ), OBC માટે ૮ (મહિલા માટે ૪) અને સામાન્ય માટે ૧૮ (મહિલા માટે ૯) બેઠકો રહેશે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકોનું ગણિત બદલાયું
બિન અનામત સામાન્યઃ કેશોદની અજાય અને ભેંસાણની ભેંસાણ બેઠક બિન અનામત સામાન્ય રાખવામાં આવી છે. માણાવદરની કોડિદા, મેંદરડાની મેંદરડા, અને વિસાવદરની બેઠકો પણ બિન અનામત સામાન્ય રહેશે. માળીયા-હાટીનાની ગડુ, કેશોદની પાડોદર અને માંગરોળની નાંદણ બેઠક પણ સામાન્ય જાહેર થઈ છે.
સામાન્ય મહિલા (બિન અનામત મહિલા): માળીયા-હાટીનાની અમરાપુર ગીર, વિસાવદરની અને વંથલીની થાનસા ગીર બેઠક સામાન્ય મહિલા માટે અનામત થઈ છે. માણાવદરની બાંટવા, કેશોદની પ્રાંચી, અને જૂનાગઢ મ.ની મજેવડી બેઠક પણ સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવી છે.
અનુસૂચિત જાતિ (SC): જૂનાગઢ મ.ની વડાલ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે.
અનુસૂચિત જાતિ મહિલા (SC મહિલા): માણાવદરની સરદારગઢ બેઠક અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત થઈ છે.
સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ (OBC): માળીયા-હાટીનાની જુથળ, વિસાવદરની કાલસારી, અને કેશોદની મુળીયાસા બેઠક પછાત વર્ગના ઉમેદવાર માટે અનામત છે.
સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ મહિલા (OBC મહિલા): વંથલીની ધંધુસર, મેંદરડાની લીલવા, અને માંગરોળની સાગરશીપ બેઠક પછાત વર્ગની મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.
રોટેશન બદલાતા કયા નેતાને અસર થશે?
જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠકોનું રોટેશન બદલાતા શાપુર, સરદારગઢ અને વડાલ બેઠકો અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત બની છે. જેના કારણે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા, પૂર્વ કારોબારી ચેરમેન કંચનબેન ડઢાણીયા અને પ્રવીણ પટોળીયોને જો પાર્ટી રિપિટ કરવા માગે તો બેઠકો બદલવી પડશે.
વિસાવદર તાલુકાના સરસઈ સીટ પરથી જિલ્લા પંચાયતન પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણી ચૂંટણી લડ્યા હતા અને ભાજપમાંથી જીત્યા હતા. જે સરસાઈ સીટ હવે સામાન્યસ્ત્રીની બેઠક નક્કી થઈ છે. જ્યારે મેંદરડા તાલુકાની સીટ પરથી બિન અનામત સામાન્ય સીટ પરથી હાલના જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર ચૂંટણી લડ્યા હતા. જે મેંદરડા સીટ હવે સામાન્યસ્ત્રીની નક્કી કરાઈ છે.
તાલુકા પંચાયત બેઠકોનું રોટેશન (અનુસૂચિ-૨ થી ૧૦) જિલ્લા પંચાયત ઉપરાંત, જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં પણ બેઠકોની ફાળવણી બદલાઈ છે.
વિસાવદર તાલુકા પંચાયતઃ વિસાવદર તાલુકાની કુલ ૨૬ બેઠકો છે, જેમાં ૭ બેઠકો OBC અને ૧૩ બેઠકો મહિલાઓ માટે અનામત થઈ છે.
ભેંસાણ તાલુકા પંચાયતઃ ભેંસાણ તાલુકામાં કુલ ૧૮ બેઠકો છે. અહીં ૫ બેઠકો OBC માટે અને ૯ બેઠકો મહિલાઓ માટે અનામત થઈ છે
વંથલી તાલુકા પંચાયતઃ વંથલી તાલુકાની કુલ ૨૨ બેઠકો છે. આમાંથી ૬ બેઠકો OBC માટે અને ૧૧ બેઠકો મહિલાઓ માટે અનામત થઈ છે.
માણાવદર તાલુકા પંચાયતઃ માણાવદર તાલુકામાં કુલ ૨૬ બેઠકો છે. આમાં ૭ બેઠકો OBC માટે અને ૧૩ બેઠકો મહિલાઓ માટે અનામત જાહેર થઈ છે.
મેંદરડા તાલુકા પંચાયતઃ મેંદરડા તાલુકાની કુલ ૧૬ બેઠકો છે, જેમાં ૪ બેઠકો OBC અને ૮ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
માળીયા-હાટીના તાલુકા પંચાયતઃ માળીયા-હાટીના તાલુકામાં કુલ ૨૪ બેઠકો છે. અહીં ૬ બેઠકો OBC અને ૧૨ બેઠકો મહિલાઓ માટે અનામત જાહેર થઈ છે.
કેશોદ તાલુકા પંચાયતઃ કેશોદ તાલુકામાં કુલ ૨૮ બેઠકો છે. અહીં ૮ બેઠકો OBC માટે અને ૧૪ બેઠકો મહિલાઓ માટે અનામત કરાઈ છે.
માંગરોળ તાલુકા પંચાયતઃ માંગરોળ તાલુકાની કુલ ૨૮ બેઠકો છે. અહીં ૮ બેઠકો OBC અને ૧૪ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
આ નવા રોટેશનથી જિલ્લાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. દરેક તાલુકા અને ગામના રાજકીય કાર્યકરો હવે આ નવા ફેરફાર મુજબ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બ્ગ્ઘ્, લ્ઘ્, લ્વ્ અને સામાન્ય વર્ગ માટેની બેઠકોમાં મહિલાઓને અડધી બેઠકોની ફાળવણી કરવામાં આવતા, આગામી ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળશે. આ રોટેશનના આદેશને પગલે, જૂનાગઢ જિલ્લામાં ટૂંક સમયમાં જ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. આ ફેરફારોથી તમામ રાજકીય પક્ષોને હવે પોતાની ઉમેદવારોની યાદી અને ચૂંટણી રણનીતિ પર નવેસરથી વિચાર કરવો પડશે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
