News of Monday, 1st December 2025
દિત્વાહ' વાવાઝોડું લેન્ડફોલ નહીં કરે! ગુજરાતમાં ઠંડી હવે વધશે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧: શિયાળાની કડકડતી ઠંડીનો ધોરી માસ એટલે ડીસેમ્બર માહેનો આજથી શરૂ થઇ ચુકયો છે. આઇએમડી નો વર્તારો જણાવે છે કે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી બેથી ત્રણ ડીગ્રી તાપમાન ઘટશે અર્થાત ઠંડીમાં વધારો થશે. વળી જમ્મુ કાશ્મિર પરથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ચારથી છ ડીસેમ્બર સુધી સ્નોફોલ - બરફ વર્ષા વરસાવશે. આ ડબલ્યુ ડી પસાર થયા બાદ ઉત્તરના પવનો ફરી શરૂ થશે અને ઠંડીમાં ઉતરોતર વધારો કરશે. હવે ડબલ્યુ ડી નો સીલસિલો એક પછી એક શરૂ થવા પામશે.
હવે વાત કરીએ દિત્વાહ વાવાઝોડાની તો સ્કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે આ દિત્વાહ વાવાઝોડું કયાં લેન્ડફોલ કરશે એ હાલ જણાતુ નથી.
દિત્વાહ વાવાઝોડાનો જે ટ્રેક આઇએમડી દ્વારા જાહેર કરાયો છે તેમાં પણ લેન્ડફોલની સ્થિતિ વર્ણવાઇ નથી. દર્શાવાઇ નથી. માત્ર ઉત્તર તરફ આગળ વધતુ જ દર્શાવાયેલ છે. સ્વભાવિક છે સમુદ્રમાં જે સીસ્ટમ વાવાઝોડું બને અને આ વાવાઝોડુ સમુદ્રમાં જ રહે તો નબળુ પડવાને બદલે વધુ મજબૂત બને પણ આ વાવાઝોડાની સ્થિતિ કંઇક અલગ રહેશે.
પ્રથમ આપણે વાવાઝોડાઓની કેટેગરી નો ક્રમ જોઇએ તો, સીસ્ટમ ડીપ ડીપ્રેશન બન્યા બાદ વધુ મજબુત બને તો એટલે CS અર્થાત સાયકલોનિક સ્ટોર્મ બને. બાદમાં વધુ મજબુત બન્યે SCS અર્થાત સીવીયર સાયકલોનિક સ્ટોર્મ બને છે. પછી એથી પણ વધુ મજબુત બને તો VCSC અર્થાત વેરી સીવીયર સાયકલોનિક સ્ટોર્મ બને. પછી સમુદ્રમાં જ તેને અનુરૂપ ઉર્જા મળતી રહે તો વધુ મજબુત બની તે ESCS અર્થાત એકસટ્રોમલી સીવીયર સાયકલોનિક સ્ટોર્મ બને. એથી પણ વધુ મજબુત બન્યે તે ખતરનાક સ્વરૂપે SUCS અર્થાત સુપર સાયકલોનિક સ્ટોર્મ બને છે. દિત્વાહ વાવાઝોડું સમુદ્ર મધ્યે નહીં પણ કિનારે રહયુ- દિત્વાહ વાવાઝોડું ગઇકાલે દરીયામાંજ નબળુ પડી ડીપ ડીપ્રેશનમાં ફેરવાયા બાદ આજે વધુ નબળુ પડી ડીપ્રેશન બની, લેન્ડફોલ થયા વિના તેનો વિલય થઇ જશે. આઇએમડી ફોરકાસ્ટ મોડેલ મેપ્સ પણ એજ દર્શાવી રહયા છે
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
