News of Monday, 1st December 2025
મગફળીની ટેકાની ખરીદી માટે બાબરામાં બીજું સેન્ટર
અમીધારા જિન પર ખરીદી શરૂ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા : તાલુકા કૃષિસેવા સહકારી મંડળીને મંજૂરી

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.૧: બાબરામાં માર્કેટીંગયાર્ડમાં એકજ મંડળી ને મગફળીની ખરીદી કરવાની મંજૂરી હતી જેના કારણે મોટું રજિસ્ટ્રેશન હોવાથી ખરીદી ધીમી ગતિએ ચાલતી હતી જેના કારણે ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા બાબરા તાલુકામાં વધુ એક સેન્ટર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા ફાળવવામાં આવે ત્યારે ખેડૂતોના હિત અને ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ નો પડે તે માટે તાલુકા કળષિ સેવા સહકારી મંડળી ને મગફળી ખરીદી કરવાની મંજુરી આપવામાં આવી છે.
બાબરા તાલુકા કળષિ સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી સેન્ટર અહીં અમરેલી રોડપર બંધ પડેલ અમીધારા જિન માં આજથી વિધિવત ખેડૂતોના હસ્તે ખરીદી શરૂ કરવામાં આવી છે ૫૧ ખેડૂતો ને મંડળી તરફથી મેસેજ મોકલવા આવતા વહેલી સવારે મોટી સંખ્યામાં ખેડૂત વાહનમાં મગફળી ભરી ખરીદી સેન્ટર પર પહોચ્યા હતા અહીં ખેડૂતોને સ્થળપર સેમ્પલ લેવામાં આવશે તેમજ જોખવા ની કામગીરી પણ સ્થળ થઈ રહી હોવાથી ખેડૂતો ને દોડા થતા નથી તેમજ અહીં ખેડૂતો ને ચા પાણી ની ૨૪ કલાક સુવિધા ઉપલબ્ધ મંડળી તરફથી કરવામાં આવી છે.
આ તકે તાલુકા કળષિ સેવા સહકારી મંડળી ના ચેરમેન જગદીશભાઈ નાકરાણી, વાઇસ ચેરમેન હરેશભાઇ આખજા, પાલિકા પ્રમુખ પ્રવિણભાઈ કરકર, ખાખરીયા મંડળી ના પ્રમુખ અજિતભાઈ ખોખરીયા, ગુજકોમસોલના અધિકારીઓ તેમજ ખેડૂતો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
પાલિકા પ્રમુખ પ્રવિણભાઈ કરકર દ્વારા જણાવ્યું હતું કે બાબરા તાલુકાના મોટા પ્રમાણમાં ખેડૂતોની ટેકાના ભાવે રજિસ્ટ્રેશન થયું હોવાથી બીજા સેન્ટરની ખૂબ જરૂરિયાત હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા બીજું સેન્ટર ફાળવતા ખેડૂતોને મોટી રાહત મળી છે.
બાબરા તાલુકા કળષિસેવા સહકારી મંડળીના ચેરમેન જગદીશભાઈ નાકરાણી દ્વારા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ગુજકોમસોલ તરફથી ટેકાના ભાવે કળષિ સેવા સહકારી ખરીદી કરવાની મંજૂરી આપી છે અને મંડળી તરફથી ખરીદી શરૂ કરવામાં આવી છે ખેડૂતો ને કોઈપણ બાબત ની સમસ્યા નો થાય તે રીતે મંડળી ખરીદી કરી રહી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
