News of Tuesday, 2nd December 2025
પોરબંદરના યુવા કલાકાર પરિમલભાઇ મકવાણાની આંતર રાષ્ટ્રીય રેત શિલ્પ મહોત્સવમાં પસંદગી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. યુવા કલાકાર પરિમલભાઇ મકવાણા આંતર રાષ્ટ્રીય રેત શિલ્પ મહોત્સવમાં પસંદગી કરતા પોરબંદરનું ગૌરવ વધુ છે.
ઓરીસ્સા સરકાર દ્વારા આયોજિત થયેલા ૧૬મા આંતર રાષ્ટ્રીય રેત શિલ્પ મહોત્સવ ૨૦૨૫મા ભાગ લેવા માટે ગુજરાતનાં એકમાત્ર પ્રતિનિધિ તરીકે પોરબંદરના યુવા રેત શિલ્પકાર શ્રી પરીમલ મકવાણાની પસંદગી થયેલ છે
ઓરીસ્સા સરકાર દ્વારા જગન્નાથ પુરી ખાતે ચંદ્રભાગા બીચ પર આંતર રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા ધરાવતા દેશ-વિદેશના રેત શિલ્પકારોને આમંત્રીત કરી વિશ્વ પ્રસિદ્ધ રેત શિલ્પ મહોત્સવ કોનાર્ક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે
પરીમલભાઇ મકવાણા આ રેત શિલ્પ મહોત્સવમાં ભાગ લેવા જગન્નાથ પુરી પહોંચી ગયા છે પોરબંદરનુ ગૌરવ વધારવા માટે પરિમલભાઇને સુપ્રસિદ્ધ રેત શિલ્પકાર શ્રી નાથુભાઈ ગરચર સહિત અનેક નામી અનામી લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
