News of Tuesday, 2nd December 2025
જામનગરમાં ઓશવાળ સમાજના શિહોરવાળા શાહ પરિવારમાં એક સાથે ત્રણ વ્યક્તિ સંયમના માર્ગે
જામનગરમાં શુક્રવારે શાહ પરિવારમાં પતિ-પત્ની અને ૧૦ વર્ષિય પુત્ર સંયમના માર્ગે પ્રસ્થાન કરશેઃ ભવ્ય વરઘોડો નીકળશેઃ જામનગરના વર્તમાન જૈન મુનિ-સાધ્વીઓ તેમજ સંસારી પુત્ર, પુત્રી, ભત્રીજા- ભત્રીજીઓ, માતા વગેરે સાક્ષી બનશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨: જામનગરના આંગણે આગામી તા.૫મીએ લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકળતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ ર્બોડિંગ સંકુલમાં શિહોરવાળા શાહ પરિવારનું દંપતિ અને ૧૦ વર્ષનો પુત્ર એક સાથે સંસાર ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. અને ભવ્ય વરઘોડો નીકળશે. આ સાથે પાંચ સભ્યોના એક આખા પરિવારના દીક્ષા ગ્રહણની ઘટના આકાર લેશે. કારણકે, દંપતિની પુત્રી અને એક પણ ૨૦૨૨માં સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુકયા છે. આ પ્રસંગે આશીર્વચનો આપવા ગુરૂ મહારાજોનું જામનગરમાં આગમન થતાં તેઓનું ે રવિવારે સામૈયું યોજાયું હતું.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર-૪૯માં વસતા શિહોરવાળા શાહ જયંતિલાલ મોહનલાલ પરિવારના ૫૦ વર્ષના રોકાણ સલાહકાર નાંદીશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, તેના પત્ની ધારિણીબેન અને ૧૦ વર્ષનો પુત્ર તિર્થ તા.પ ડિસેમ્બરના શુક્રવારે આચાર્ય પુર્ણચંદ્રસાગરસુરીજી મહારાજ, આચાર્ય અપુર્વચંદ્રસાગરસુરીજી મહારાજ, આચાર્ય આગામચંદ્રસાગરસુરીજી આદિ ગુરૂજનોની નિશ્રામાં સંસાર ત્યાગ કરી રહ્યા છે.
અત્યંત ધાર્મિક અને આરાધક શિહોરવાળા શાહ પરિવારની વિશેષતાની વાત કરીએ તો હાલ જેઓ દીક્ષા લઈ રહ્યા છે. તે નાંદીશભાઈના સંસાર પક્ષે દાદા, દાદી, ફઈબા અને કાકી વર્ષો પહેલા સંયમના માર્ગે ચાલી ચુકયા છે અને ભવસાગર પાર કરી ચુકયા છે. આ ઉપરાંત હવે નાંદીશભાઈ અને તેના પત્ની પુત્રની દીક્ષા ગ્રહણના સાથી બનવા આજે જામનગરમાં તેઓના એક સમયના સંસારી સંગાઓ એવા મુનિ ગુણશેખર વિજયજી મહારાજ (ભત્રીજા), મુનિ અમમચંદ્રસાગરજી (ભત્રીજા), મુનિ અક્ષતચંદ્રસાગરજી (૨૦૨૨માં દીક્ષા લેનાર સંસારી ચૈત્ય નામહતુંતે),મુનિ આર્જવચંદ્રસાગરજી (મોટાભાઈ), સાધ્વી વતનંદિતાશ્રીજી મહારાજ (બહેન), જિનાંગવતાશ્રીજી (માતા), સાધ્વી હેમર્પિપિયાશ્રીજી (ભત્રીજી), સાધ્વી વિશ્વવતાશ્રીજી (૨૦૨૨માં દીક્ષા લેનાર સંસારી નામ વીરાલી હતું તે) તેમજ હેમધિપિયાશ્રીજી (ભાભી)નું જામનગરમાં આગમન થયું છે. આ પૂર્ણ પરિવારજનો પોતાના આત્મિયોના સંસાર ત્યાગના સાક્ષી બનશે. જૈન સમાજમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
