<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

પોરબંદરના માધવપુરમાં પડોશી મહિલા સાથે આડાસંબંધને લીધે યોગેશની હત્‍યાનો પ્રયાસ

 

રાજકોટ તા. ૨: પોરબંદરના માધવપુર ઘેડમાં રહેતાં યુવાનને પડોશી મહિલા સાથે આડાસંબંધ હોઇ તેની જાણ મહિલાના દિકરાને એકાદ મહિના પહેલા થઇ જતાં ઝઘડો કર્યો હતો. આ બાબતનો ખાર રાખી ફરીથી ઝઘડો કરી યુવાનને છરીના ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસ કરવામાં આવતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ માધવપુર ગામે રહેતાં યોગેશ શ્રવણભાઇ ભારથી (ઉ.વ.૨૫) નામના યુવાન પર ગત ચોથી તારીખે ઘર પાસે હતો ત્‍યારે આર્યન અમુભાઇરાઠોડ નામના શખ્‍સે અચાનક ધસી આવી છરીથી હુમલો કરી પેટમાં ઘા મારી દેતાં ગંભીર હાલતમાં પોરબંદર ભાવસિંહજી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે. તેની ફરિયાદ પરથી માધવપુર પોલીસે આર્યન વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ માધવપુર ચોપાટી નજીક રહેતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યોગેશ ભારતીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. ૪/૧૧ના સવારે ઘરેથી મજૂરી કામે જવા નીકળ્‍યો હતો. તે સમયે ઘરની બહાર ઊભા રહીને પોતાના મિત્ર રાહુલને મોબાઈલથી ઓનલાઈન પૈસા ટ્રાન્‍સફર કરી રહ્યા હતો ત્‍યારે ત્‍યાં હાજર આર્યન અમુભાઈએ કોઈ પણ વાતચીત કર્યા વિના અચાનક  નેફામાંથી છરી કાઢી સીધો હુમલો કર્યો હતો અને તેના પેટના ભાગે ઘા મારી દીધો હતો.

ફરિયાદમાં યોગેશે હુમલાનું કારણ સ્‍પષ્ટ કર્યું છે કે આરોપી આર્યનની માતા સીતા ઉર્ફે ગોપી સાથે તેને આડા સંબંધો હતા, જેની જાણ આર્યનને થતાં એકાદ મહિના પહેલા પણ તેમની વચ્‍ચે ઝઘડો થયો હતો. આ મનદુઃખ રાખીને આર્યને ફરી ઝઘડો કરી યોગેશને જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો. છરીનો ઘા વાગતા યોગેશ રાડા-રાડી કરવા લાગ્‍યો હતો અને લોહીલુહાણ થઈ નીચે પડી ગયો હતો. આ પછી આરોપી આર્યન ઘટનાસ્‍થળેથી નાસી છૂટયો હતો. મિત્ર રાહુલ અને માતા સવિતાબેનની મદદથી તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને બોલાવવામાં આવી હતી.

પ્રાથમિક સારવાર માટે માધવપુર સરકારી દવાખાને લઈ જવાયા બાદ, ડોક્‍ટરોએ ઘાની ગંભીરતા જોતાં તેમને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્‍પિટલ ખાતે રિફર કરાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે હવે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

યોગેશ બે ભાઇમાં મોટો છે અને માધવપુર ચોપાટીએ મજુરી કરે છે. તેને સંતાનમાં બે દિકરા છે. તેની પત્‍નિનું નામ રાધા અને માતાનું નામ સવ્‍તિાબેન છે. પિતાજી પંદર વર્ષ પહેલા અવસાન પામ્‍યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(2:54 PM IST)