<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

દરિયાઇ સુરક્ષા જામનગર પોલીસ વિભાગ માટે સૌથી મોટી પ્રાથમિકતાઃ જામનગરમાં રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્‍સ્‍પેકશન

 

જામનગર :.. આઇજીનું વાર્ષિક ઇન્‍સ્‍પેકશન આજે હતું. પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્‍ડ ખાતે પોલીસની પરેડ યોજાઇ હતી. રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્‍સ્‍પેકશન કરાયું હતું. જામનગર એસપી ડો. રવિ મોહન સૈની સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. દરિયાઇ સરહદની સુરક્ષાને લઇને રેન્‍જ આઇજી દ્વારા મહત્‍વની પ્રતિક્રીયા અપાઇ હતી. દરિયાઇ સુરક્ષા જામનગર પોલીસ વિભાગ માટે સૌથી મોટી પ્રાથમિકતા છે તેમ જણાવ્‍યું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર કિંજલ કારસરીયા, જામનગર)

(1:20 PM IST)