News of Tuesday, 2nd December 2025
જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા નિર્માણ પામેલા ફ્લાય ઓવરબ્રિજને જામ દિગ્વિજયસિંહજીનું નામ આપવા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓનુ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત
જામનગરના પ્રજા વત્સલ રાજવી જામ દિગ્વિજયસિંહજી આશરા ધર્મ માટે વિશ્વવિખ્યાત છે તેઓએ પોલેન્ડના બાળકો અને મહિલાઓને આશરો આપ્યો હતો જેથી આજે પણ પોલેન્ડના લોકો તેમને યાદ કરી રહ્યા છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા નિર્માણ પામેલા ફ્લાય ઓવરબ્રિજને જામ દિગ્વિજયસિંહજીનું નામ આપવા માટે રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જામનગરના પ્રજા વત્સલ રાજવી જામ દિગ્વિજયસિંહજી આશરા ધર્મ માટે વિશ્વવિખ્યાત છે. જામ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના બાળકો અને મહિલાઓને આશરો આપ્યો હતો. જેથી આજે પણ પોલેન્ડના લોકો તેમને યાદ કરી રહ્યા છે અને વિશ્વમાં તેની મિસાલ દેવામાં આવી રહી છે.
ત્યારે જામનગરમાં મુખ્યમંત્રીએ ખુલ્લા મૂકેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરનું નામકરણ રાજવી પરિવારના દિગ્વિજયસિંહજીના નામથી કરવામાં આવે તેવી રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી લાગણી અને માગણી વ્યક્ત કરી છે.(તસવીર : કિંજલ કારસરીયા,જામનગર)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
