<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ગીતાજીના તમામ ૭૦૦ શ્લોકો કંઠસ્થ કરી તક્ષશિલા સંકુલના મહેશ ગરધરિયા અને એમના ત્રણ ભાણિયાઓએ મોરબી જિલ્લામાં ડંકો વગાડ્યો.

રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા તક્ષશિલા સ્કુલના એમડી ડો. મહેશ પટેલને ટ્રોફી આપી સન્માનિત કરાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : ગીતા મહોત્સવ નિમિત્તે રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત ગીતાજીના ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો કંઠસ્થ કરનારાને ગીતાભૂષણ એવોર્ડ આપવાનો કાર્યક્રમ સંપન્ન થયો. આ મહોત્સવમાં મોરબી જિલ્લાના ચાર સ્પર્ધકોએ ગીતાજીના તમામ શ્લોકો કંઠસ્થ કર્યા હતા. આ ચારેય સ્પર્ધકોમા તક્ષશિલા સંકુલના એમડી અને આંદરણા ગામના વતની ડો.મહેશ ડાયાભાઈ ગરધરિયા અને એમના ત્રણેય ભાણેજ- આર્યા નિલેશભાઈ નાયકપરા( જુના દેવળિયા), વેદ વિષ્ણુભાઈ સંઘાણી ( ગુજરવદી ) અને ધ્યેય પંકજભાઈ બાપોદરિયાએ શલાકા પદ્ધતિથી આખી ગીતાજીમાથી કોઈપણ શ્લોક પૂછે તો પણ શ્લોક બોલીને જવાબ આપ્યા હતા.

(12:27 AM IST)