News of Wednesday, 3rd December 2025
શનિવારે માળીયાહાટીના માં જય પરશુરામ યુવા સોશ્યલગૃપ રાજગોર બ્રાહ્મણ મોરીચક વિસ્તાર દ્વારા તેરમા સમુહ લગ્ન
૧૧ નવદંપતિ પ્રભુતામા પગલા માંડશે પ બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે સમાજના આગેવાનો તેમજ પુ. મુકતાનંદબાપુ પુ જન્તિરામબાપા પુ.રતિદાદા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા. ૩, જયપરશુરામ યુવા સોશ્યલ ગૃપ રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) મોરીચક વિસ્તાર દ્વારા આગામી તા. ૬ ડીસે.ને શનિવારના રોજ મળાીયાહાટીના માં શ્રી હાટીક્ષત્રિય સમુહ લગ્ન ગ્રાઉન્ડ સાસણ રોડ ખાતે તેરમા સમુહ લગ્નનું આયોજન કરેલ છે.જેમાં ૧૧ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે અને પ, બટુકો યજ્ઞોપવિત સંસ્કાર મેળવશે.
આ કાર્યક્રમમાં શિક્ષણવિદ ગિજુભાઇ ભરાડ જેન્તીભાઇ તેરૈયા, એસપી ચિંતન તેરૈયા નિવૃત આઇપીએસ તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતા ઉપપ્રમુખ વાસુદેવભાઇ જોષી, મહામંત્રી સંજય દવે, જીતુભાઇ બોરસાગર, કમલેશ ભરાડ, ભરતભાઇ જોષી, માજી ધારાસભ્ય ભીખાભાઇ જોષી, અમદાવાદ લીલાગૃપના રાજેશભાઇ મહેતા , અક્ષય તેરૈયા, મયુરભાઇ મહેતા, પત્રકારો જયેશ દવે, ગિજુભાઇ વિકમાં સહિતના જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેશે.
સવારે પ કલાકે લગ્નોત્સવનો પ્રારંભ અને ૧૧ કલાકે પુ. મુકતાનંદબાપુ, પુ. જેન્તિરામ બાપા પુ. જગુરામબાપા, પુ. ડો રતિદાદા, પુ. જોષી બાપા સહિતના સંતો મહંતોના વાજતે ગાજતે સામૈયા કરવામાં આવશે, ત્યારબાદ ભોજન સમારંભ અને બપોરે ૧ કલાકે હસ્તમેળાપ સત્કાર સમારંભ અને સંતોના આશિવર્ચન
આ કાર્યક્રમનું યુ ટયુબ દ્વારા જુનાગઢના અજય તેરૈયા લાઇવ પ્રસારણ કરશે લગ્ન વિધી આચાર્ય શાષાી ભાવેશભાઇ રવિશંકર દવે કરાવશે અને મંચનું સંચાલન ગિરધરભાઇ જોષી કરશે, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા બે માસથી લલીતભાઇ ભરાડ, રતિભાઇ પુરોહિત, અનિલભાઇ દવે, અશોકભાઇ દવે અને તેની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે વધુ માહિતી માટે મો. નં. ૮૩૨૮૨ ૪૦૨૦૨ ઉપર લલિતભાઇ ભરાડનો સંપર્ક સાધવો.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
