News of Wednesday, 3rd December 2025
છઠ્ઠી ડીસેમ્બરથી ગુજરાતમાં દિવસે પણ કડકડતી ઠંડી શરૂ થઇ શકે છેઃ સ્કાયમેટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩ :.. ઉત્તરના હિમાચલ પ્રદેશ નજીક સાયકલોનિક સકર્યુલેશન સીસ્ટમ ઉદ્ભાવેલી હોઇ, ઉત્તરના સીધા ઠંડા પવનો ગુજરાત તરફ વહી નથી રહ્યા જેથી રાત્રે તો ઠંડીની અનુભૂતિ રહે છે. પણ દિવસના ભાગે ઠંડીની અસર જમાવટ હજુ જોવા મળી રહી નથી.
એક નબળુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે જમ્મુ કાશ્મિર પરથી પસાર થશે. તે બાદ ફરી આગામી પાંચમી ડીસેમ્બરે વળી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉંચાઇવાળા પર્વતો પર બરફવર્ષા વરસાવશે. જો કે તે સમયે પંજાબ, હિમાચલ આસપાસ કોઇ સાયકલોનિક સકયુલેશનની ઉપસ્થિતી ન હોવાને કારણે ઉત્તરના ઠંડા ગાર પવનો ઝડપથી ઉત્તર ના રાજયોનું તાપમાન ઘટાડશે.
સ્કાયમેટના વી. પી. મહેશ પલાવતના કહેવાનુસાર ઉત્તરના આ ઝડપી ઠંડાગાર પવનો છઠ્ઠી ડીસેમ્બરથી ગુજરાતનું તાપમાન પણ અચાનક ઘટાડી દેશે અને દિવસે પણ કડકડતી ઠંડીનો દૌર શરૂ થઇ શકવાની સંભાવના રહે છે.
ત્રણેક દિવસ બાદ ઠંડીને આંશિક ખાળતા તાપણા અને ગરમા ગરમ ચા ની અનિવાર્યતા જોવા મળી શકે છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
