<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ચોટીલાના મોટા કાંધાસરમાં તાપણામાં પડી જતાં શામતભાઇ દાઝી ગયા

વૃધ્‍ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા

રાજકોટ તા. ૩: ચોટીલાના મોટા કાંધાસર ગામે રહેતાં શામતભાઇ વિરજીભાઇ મકવાણા (ઉ.વ.૮૦) સાંજે તાપણું તાપતાં હતાં ત્‍યારે તેમાં પડી જતાં દાઝી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. શામતભાઇ ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. સાંજે તેઓ તાપણું કરીને તાપતાં હતાં ત્‍યારે એકાએક તાપણા ઉપર પડી જતાં દાઝી ગયા હતાં. હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે બનાવ અંગે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(12:05 PM IST)