<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

દાનેવ ધામ ગઢીયા ગીરમાં અંશાવતાર શ્રી દાન મહારાજની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

મંહત શ્રી હર્ષદ બાપુભગતની ચાદરવિઘી સહિત.. તા.૩ થી ૫ ભજન ભોજન સંતો ના સામૈયા દર્શન ધર્મ સભા અને તિલક વિધિ સહિતના કાર્યક્રમો

ચલાલા(દાનાભગત) તા.૩ (પ્રકાશ કારીયા દ્વારા) જગવિખ્‍યાત અંશાઅવતાર દાન મહારાજની જગ્‍યાના મહંત મહારાજ પૂજ્‍ય શ્રી વલકુ બાપુ અને લઘુ મહંત મહાવીર બાપુ ના આશીર્વાદ અને પ્રસન્નતા થી ગઢિયા ગીરમાં નવનિર્મિત અંશાઅવતાર દાન મહારાજની જગ્‍યામાં જેમા છેલ્‍લા ત્રણ વર્ષ થી ઘર્મની ધજા ફરકી રહી છે. સનાતન ધર્મ નો જયધોષ થઈ રહ્યા છે. ગૌમાતા ની સેવાચાકરી સાથે રક્ષા થઈ રહી છે..મુંગા પશુપક્ષી ઓ ને ચણ નખાઇ રહીછે..બંન્ને ટાઇમ જાલરૂ વાગી રહી છે. બંન્ને ટાઇમ હરીહર ના હાદ પડી રહ્યા છે. ભજન ભોજન બધી સેવાઓ ની સાથેસાવજો તરચ છીપાવવા જગ્‍યા ની આસપાસ આટાફેરા લગાવી રહ્યા છે. આવા પ્રાકૃતિક મનોહર વાતાવરણમા તા. ૩ થી ૫ સુઘી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે તેમજ નવનિર્મિત દાન મહારાજની જગ્‍યા ગઢીયા ગીર ના ઉત્‍સાહી અને સેવાભાવી કમર્થ પૂજ્‍ય મહંત શ્રી હર્ષદ બાપુ ભગત ને ચાદર વિધિ એવમ તિલક વિધિ તથા ધર્મસભાનો આદરણીય સંતો મહંતો અને રાજશ્રી રાજસ્‍વી રત્‍નો અને સામાજિક આગેવાનોની તેમજ સેવક સમુદાય ની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મા ગણપતિદાદા,અંશાઅવતાર દાન મહારાજ,મહંત શ્રી રાવત બાપુ,મંહત શ્રીજીવકુબાપુ,ની મૂર્તિઓ ની શાષોક્‍ત વીઘી થી પ્રતિષ્ઠા મહોત્‍સવ સંપન્ન થાશે.. ૩ ડિસેમ્‍બરના પ્રથમ દિવસે હેમાંદ્રી, જલયાત્રા, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, મહા આરતી, અને રાત્રિના લોક પ્રખ્‍યાત ભજનીક પરસોતમ પરી બાપુ, નરેશભાઈ વાઘેલા, ભરતભાઈ ખવડ, ધીરજ બારોટ, ગુરુવિર પ્રજાપતિ, દિલીપગીરી, અને જયદીપ વાળા, સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશે. તારીખ ૪ ડિસેમ્‍બર ના અગ્નિ સ્‍થાપન, ગૃહ હોમ, પ્રસાદ વાસ્‍તુ, શૈયાઘિવાસ અને રાત્રિના હરેશદાન સુરુ, રણજીતભાઈ વાઘ, જીતુદાન ગઢવી, સહિતના નામાંકિત કલાકારો ભવ્‍ય લોક ડાયરો રજૂ કરશે તેમજ ૫ ડિસેમ્‍બર ના મહાપ્રસાદ, પ્રાણ પ્રતિષ્ઠા, શ્રીફળ હોમ, તેમજ ગઢીયાગીર દાનેવ ધામ આશ્રમના પૂજ્‍ય મહંત શ્રી હર્ષદ બાપુ ભગતની ચાદર વિધિ એવમ તિલક વિધિ તથા ધર્મસભાનું ભવ્‍ય આયોજન રાખેલ છે.

ચલાલા દાનેવ ધામ ના મહંત મહારાજ પૂજ્‍ય શ્રી વલકુ બાપુ, જુનાગઢ જગ્‍યા ના મહંત શ્રી શેલનાથ બાપુ, સોનગઢ જગ્‍યાના મહંત શ્રી આલકૂ બાપુ ભગત, સોનગઢ જગ્‍યાના મહંત શ્રી વિજય બાપુ ભગત, સોનગઢ જગ્‍યાના મહંત શ્રી કિશોર બાપુ, પાળીયાદ જગ્‍યાના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળા બા, જુના સુરજ દેવળ મંદિર સોનગઢના મહંત શ્રી દિલીપ બાપુ, દાનેવ ધામ ચલાલાના લઘુમંત શ્રી મહાવીર બાપુ, સતાધાર મહંત શ્રી વિજય બાપુ, નવા સુરજ દેવળ મંદિરના મંહત શ્રી શાંતિરામ બાપુ, ચલાલા ગાયત્રી સંસ્‍કાર ધામના વડા ડો.શ્રી રતિદાદામહેતા, માનવ મંદિર સાવરકુંડલા ના મહંત શ્રી ભક્‍તિરામ બાપુ, મેલડી ધામ ચલાલાના પૂજ્‍ય ઉદય બાપુ ભગત, બગસરા આપાગીગા જગ્‍યાના મહંત શ્રી જેરામ બાપુ, સહિતના મોટી સંખ્‍યાના આદરણીય સંતો મહંતો ઉપસ્‍થિત રહેશે.  કાર્યક્રમમાં રાજસ્‍વી રત્‍નો રાજ્‍યકક્ષાના મંત્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ  ભરતભાઈ સુતરીયા, ધારાસભ્‍ય  જેવી કાકડીયા, ધારાસભ્‍ય મહેશભાઈ કશવાલા,અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણનાસંધ ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા, જિલ્‍લા ભાજપના પ્રમુખ અતુલભાઇ કાલાણી ધારી તાલુકા ભાજપના પ્રમુખ મ્રુગ્રેશભાઇ કોટડીયા, સહિતના રાજકીય અને સામાજિક તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહી પોતાની શુભકામના પાઠવી રાજીપો વ્‍યક્‍ત કરશે.. આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં ભજન ભોજન દર્શન અને સંતો મહંતોના રૂડા આશીર્વાદ પામવા જગ્‍યાના મહંત શ્રી હર્ષદ બાપુ ભગત શ્રી બાવ બાપુ ભગત,  પ્રવિણભાઈ ભગત, રામકુ બાપુ ભગત, દિલુ બાપુ ભગત જયવીર બાપુ ભગત, સહિત સમસ્‍ત ભગત પરિવાર તથા ગઢીયા પાતળા ગીરના તમામ સેવક સમુદાય દ્વારા ભાવિક ભક્‍તજનોને અને આમ જનતાને અને તમામ સેવક સમુદાયને આ જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(1:04 PM IST)