<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ગુજરાતના મંદિરોના મેનેજમેન્‍ટ પર ભાવનગરના ડો.નિયતિ પંડ્‍યાએ ગુજરાતનું પ્રથમ સંશોધન કર્યું

૧૩૨ મંદિરોના અભ્‍યાસ દ્વારા મંદિર મેનેજમેન્‍ટના મોડલ પ્રસ્‍તુત કર્યા

(મેઘના વિપુલ હિરાણી  દ્વારા) ભાવનગર, તા.૩: મંદિરો સનાતન ધર્મ, ભારતીય સંસ્‍કળતિ અને હિન્‍દૂ સમાજમાં કેન્‍દ્રસ્‍થાન ધરાવે છે, પરંતુ તેમનું વ્‍યવસ્‍થાપન કેટલું અસરકારક છે? વર્તમાન સમયમાં મંદિરો સમાજમાં કેટલી ભૂમિકા ભજવે છે? અને સમાજ સામે પ્રસ્‍તુત પડકારોનો સામનો કરવા માટે મંદિરની વધારે સક્રિય અને અસરકારક ભૂમિકા કેવી રીતે બનાવી શકાય? આવા અનેક મૂળભૂત પ્રશ્નોને પ્રથમવાર વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્‍પર્શતું અનોખું સંશોધન ”Temple Management in Gujarat” ભાવનગરની સંશોધક ડો. નિયતિ વિક્રાંત પંડ્‍યા દ્વારા ડો. પરાગભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ પી. પી. સવાણી યુનિવર્સિટી માંથી પૂર્ણ કરવામાં આવ્‍યું છે.

ગુજરાતના ૧૩૨ મંદિરોના તુલનાત્‍મક અભ્‍યાસ પર આધારિત આ સંશોધન મંદિરોની ભીડ નિયંત્રણ, નાણાકીય પારદર્શિતા, વોલન્‍ટિયર સિસ્‍ટમ, સ્‍વચ્‍છતા, કચરા વ્‍યવસ્‍થાપન, પ્રસાદ વ્‍યવસ્‍થા, ડિજિટલ સેવાઓ અને સંસ્‍કળતિક-શૈક્ષણિક ભૂમિકાઓ જેવી અનેક બાબતો પર પ્રથમવાર એકેડેમિક ફ્રેમવર્કથી સંશોધન કરીને પ્રકાશમાં લાવે છે.

સંશોધન દર્શાવે છે કે રાજ્‍યના મોટા ભાગના મંદિરોમાં ભીડ નિયંત્રણ, સ્‍વચ્‍છતા, દાન વ્‍યવસ્‍થાપન અને વોલન્‍ટિયર તાલીમ જેવા ક્ષેત્રોમાં સુધારણા માટે વિશાળ અવકાશ છે. સાથે જ ઐતિહાસિક રૂપે મંદિરો સંસ્‍કળત પાઠશાળાઓ, શાસ્‍ત્ર અભ્‍યાસ, સંગીત-નળત્‍ય-નાટય જેવી કલા-પ્રશિક્ષણ પ્રવળત્તિઓ અને ગૌશાળાઓ ચલાવી જે ભૂમિકા ભજવતા આવ્‍યા છે એ પ્રવળત્તિઓ આજે ખૂબ મર્યાદિત થઈ ગયેલી જોવા મળે છે. સંશોધન જણાવે છે કે યોગ્‍ય નીતિનો આધાર, માર્ગદર્શન અને સહયોગ મળે તો મંદિરો ફરીથી શિક્ષણ અને સંસ્‍કળતિના જીવંત કેન્‍દ્ર બની શકે છે. ગુજરાતના મંદિરો માટે એક નવું અને વૈજ્ઞાનિક Integrated Temple Management Model (ITMM) એ ડો. નિયતિ પંડ્‍યાના આ અધ્‍યનનની ફળશ્રુતિ છે. જેમાં ર્ં7-S Strategic Framework અને  5-C Diagnostic Model બંનેનો સમાવેશ થાય છે. 7-S મોડલમંદિરોમાંસેવા, સ્‍વચ્‍છતા, સંસ્‍કાર, સમર્પણ, સહયોગ, સંરક્ષણ અને સાતર્ત્‍યંજેવા સાંસ્‍કળતિક મૂલ્‍યોને આધુનિક મેનેજમેન્‍ટ સાથે જોડે છે અને 5-C મોડલ Cleanliness, Crowd, Community, Character અને Culture* જેવા માપી શકાય એવા પરિબળો દ્વારા મંદિરની કાર્યક્ષમતા અને ભક્‍તોના સંતોષનું મૂલ્‍યાંકન પણ કરે છે.

 ડો. નિયતિ પંડ્‍યાનું કહેવું છે કે ‘‘મંદિર માત્ર ધાર્મિક ભાવનાઓનું કેન્‍દ્ર નથી, તેઓ સમાજના નૈતિક અને સાંસ્‍કળતિક વિકાસના આધારસ્‍તંભ છે. યોગ્‍ય વ્‍યવસ્‍થાપન દ્વારા મંદિરો સમાજસેવા, શિક્ષણ, ગૌસંવર્ધન, સંસ્‍કળતિ સંરક્ષણ અને સમુદાય નેતળત્‍વ આ પાંચેય ક્ષેત્રોમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.''

સંશોધન મુજબ સરકાર માટે આ મોડલ અત્‍યંત ઉપયોગી બની શકે છે, કારણ કે રાજ્‍યના ઘણા મંદિરો સરકાર, યાત્રાધામ બોર્ડ અથવા વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આવે છે. આ અભ્‍યાસ રાજ્‍યને Swachh Mandir Index, એકસરખાં SOPs, વોલન્‍ટિયર તાલીમ કાર્યક્રમો, ગૌશાળા અને પરંપરાગત પાઠશાળાઓ માટે ગ્રાન્‍ટ, અને ડિજિટલ દાન વ્‍યવસ્‍થા જેવા રાજ્‍યવ્‍યાપી સુધારણા કાર્યક્રમો બનાવવા માટે પ્રમાણ આધારિત માર્ગદર્શન આપે ર્છેં જેનો સીધો લાભ ગુજરાતની જનતાને સ્‍વચ્‍છ, સુવિધાસભર અને સુરક્ષિત મંદિરો સ્‍વરૂપે મળશે.

આ રીતે, આ સંશોધન માત્ર મંદિર વ્‍યવસ્‍થાપનના અધ્‍યયનમાં જ નહીં, પરંતુ ગુજરાત માટે એક Gujarat Model of Temple Governanceર્ં તરીકે નવી દિશા સૂચવે છે જ્‍યાં પરંપરા અને આધુનિક મેનેજમેન્‍ટ મળીને મંદિરને સમાજ વિકાસના જીવંત કેન્‍દ્રમાં પરિવર્તિત કરે છે.

(12:10 PM IST)