News of Wednesday, 3rd December 2025
આટકોટમાં સ્કૂલ પાસે બનાવેલ સ્પીડબ્રકેરથી સતત અકસ્માતો!
તસવીરઃ કરશન બામટા, આટકોટ

આટકોટ, તા.૩: આટકોટ રાજકોટ ભાવનગર હાઇવે યુનિક સ્કૂલ પાસે બીન કાયદેસર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું છે જેના કારણે પાંચ દિવસમાં સાત અકસ્માત થયા હતા. છતાં તંત્ર દ્વારા આ બમ્પને હટાવવામાં આવતો નથી જેના કારણે વાહન ચાલકો અકસ્માતના ભોગ બને છે અને સ્પીડમાં આવતી ગાડી આગળ જતી ગાડી સાથે અથડાતા પાછળની ગાડીનાં ભુક્કા બોલી જાય છે ત્યારે મંગળવારે રાત્રે એક ફોરવીલ આગળ જતા વાહન સાથે અથડાતા ગાડીને નુકસાની પહોંચી હતી. જોકે અંદર બેસેલાને કોઈ ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માત થયા પછી થોડી જ મિનિટોમાં બીજો અકસ્માત સર્જાયો હતો જે આગળ જતી ગાડી પાછળથી ટક્કર મારી દેતા તેને પણ ગાડીને નુકસાની પહોંચી હતી. રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો આ અકસ્માતના ભોગ બને છે તંત્ર દ્વારા આવા બનાવેલા બમ્પના કારણે અકસ્માત થાય છે. નિર્દોષ વાહન ચાલકો તેમના ભોગ બની રહ્યા છે ટુવીલ ચાલે તો પણ સ્પીડ બ્રેકરના કારણે પડી જવાના બનાવ પણ બન્યા છે ત્યારે વહેલામાં વહેલી તકે આ સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
