તા. ૨૫ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર વદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 3rd December 2025
વિજચોરીના કેસમાં ખંભાળીયાની કોર્ટ દ્વારા આરોપીને ત્રણ વર્ષની સજા
સજા અને વિજચોરીની છ ગણી રકમનો દંડ પણ ફટકાર્યો

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩: અત્રે વીજચોરીના કેસમાં આરોપીને ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૭૪,૨૧૯/- ના દંડનો હુકમ ખંભાળીયાની સ્પે. (ઈલેક્ટ્રીક) અદાલતે ફટકાર્યો હતો.
અત્રે દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના સલાયા ગામમાં P.G.V.C.L. ના અધિકારીઓ દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૪ ના રોજ વીજચેકિંગ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન આરોપી હલીમાબેન અબ્દુલભાઈ ભગાડ રહે. ચેકપોસ્ટ આગળ, પાણીના ટાંકા સામે, મેઈન રોડ સલાયા, તા.ખંભાળીયા, જી.દેવભુમી દ્વારકાવાળાના રહેણાંક મકાને વીજચેકિંગ કરતા તેઓ કોઈ વીજમીટર ધરાવતા ન હોય અને ગેરકાયદેસર રીતે પોતાના મકાનની બાજુમાં આવેલ P.G.V.C.L. કંપનીની હળવા દબાણની વીજલાઈનના પોલ પરથી અનઅધિકળત પોતાનો સર્વિસ વાયર જોડી ગેરકાયદેસર વીજપુરવઠો મેળવી અને તેનો ઘર વપરાશ માટે ઉપયોગ કરી ચેકીંગ દરમ્યાન રૂ.૧૨,૩૬૯.૮૮/- ની વીજચોરી કરતા પકડાય જતા જે વીજચોરી સબંધે P.G.V.C.L.ના અધિકારી દ્વારા આરોપી વિરુધ્ધ વીજચોરીની ફરીયાદ કરેલ અને જે ફરીયાદ અન્વયે તપાસ દરમ્યાન આરોપી વિરુધ્ધ ચાર્જશીટ થયેલ.
ત્યાર બાદ આ કેસ સ્પે. કેસથી પ્રિન્સી. સેસન્સ અને સ્પે. (ઈલેક્ટ્રીક) કોર્ટ, ખંભાળીયાના જજ એસ.વી.વ્યાસની કોર્ટમાં ચાલવા પર આવેલ અને મહત્વના સાક્ષીઓને તપાસવામાં આવેલ અને મદદનીશ જીલ્લા સરકારી વકીલશ્રી બી.એસ.જાડેજાની દલીલો ધ્યાને લઈ ખંભાળીયાના સેસન્સ તેમજ સ્પે. (ઈલે.) જજશ્રી એસ.વી.વ્યાસ આરોપી હલીમાબેન અબ્દુલભાઈ ભગાડને તકસીરવાન ઠરાવી ૩ વર્ષની સખત કેદની સજા તથા વીજચોરીની રકમનો છ ગણો રૂ.૭૪, ૨૧૯/- નો દંડ ફટકાર્યો હતો.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
