News of Thursday, 4th December 2025
જામનગરના બેડીમાં પ્રેમલગ્ન બાબતે બઘડાટી : પથ્થરમારો : જુઓ વિડિયો
સમગ્ર ઘટનાને પગલે સીટી બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી ગયો : તપાસનો ધમધમાટ : સામસામી ફરીયાદો

જામનગર નજીકના બેડીમાં જૂથ અથડામણ થતા દોડધામ મચી ગઈ છે.સ્થાનિક બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હતી.બે જૂથો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોડી રાત્રે થયેલ પ્રેમલગ્નની સામાન્ય બબાલ બાદ પથ્થરમારો થયો હતો.બંને જૂથોના લોકો એક બીજા સાથે બોલાચાલી કરતા પથ્થર મારો કરવા લાગ્યા હતા.સમગ્ર ઘટનાને પગલે સીટી બી ડિવિઝન પોલીસના કાફલાને દોડી જવુ પડ્યું હતું.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બેડીમાં આવેલ ઈદ મસ્જિદ રોડ ઉપર રહેતા અસલમ અબ્દુલભાઈ મોમરા(ખત્રી), ઉ.વ.૩૧ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે,૭-૩૦ વાગ્યાના સુમારે આરોપીઓ મુસ્તાફ હારૂન માણેક, કરાર આદમ માણેક તેમજ અહેમદ હારૂન માણેક, રે. બધા બેડીવાળાઓએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીના ભાઈ સમીરે કરાર આમદ માણેકના પરીવારની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય તે બાબતેનો ખાર રાખી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેમની સામે વળત ફરીયાદ કરતા આમદભાઈ કાદરભાઈ માણેકે આરોપીઓ કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી અને અસલમ ખત્રી સામે ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી આમદભાઈનો દિકરો સાદાબ તેના ઘરની બાજુ તેની મોટરસાયકલ લઈને આવતો હોય ત્યારે તેના કાકા કરાર માણેક સાથે ચારેય આરોપીઓએ ઝઘડો કરતા ફરીયાદી આમદભાઈનો દિકરો વચ્ચે પડતા ચારેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી આંખની ઉપરના ભાગે ઈજા થતા જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગાડી સરખી ચલાવાનું કહેતા મારમાર્યાની રાવ
સિકકા પોલીસ સ્ટેશનમાં અજયસિંહ ખુમાનસિંહ જાડેજા, ઉ.વ.ર૮, રે.પાદરવાળી શેરી, બાલભંડી ગામ, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, અજયસિંહ રિલાયન્સ કંપનીમાંથી પોતાનું કામ કરી પોતાના ઘરે જતા હોય ત્યારે રસ્તામાં આમરા ગામના પાદરમાં એક સફેદ કલરની ફોરવ્હીલ કાર નંબર પ્લેટ વગરની ફરીયાદી અજયસિંહ પાસે કાવો મારતા ફરીયાદી અજયસિંહ એ કાર સરખી ચલાવા કહેતા કાર માંથી આરોપીઓ પ્રદિપસિંહ ગીરૂભા જાડેજા, લાલો ઉર્ફે ઢીંગલી તથા ત્રણ બીજા અજાણ્યા માણસો કાર માંથી નીચે ઉતરી ફરીયાદી અજયસિંહને મોઢાના ભાગે એક ઢીકો મારી તેમજ છરી બતાવી ગાળો આપી તેમજ પાછળથી આરોપીઓ અજાણ્યા માણસો પણ નીચે ઉતરી ફરીયાદી અજયસિહને શરીરે ઢીકાપાટુનો માર મારી વાસાના ભાગે તથા જમણા પગના સાથળના ભાગે તથા મોઢામાં હોઠ ઉપર મુઢ ઈજાઓ કરી ગુનો કરેલ છે.
જુની અદાવતનો ખાર રાખી માર માર્યાની રાવ
જામનગર : અહીં સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અહેમદરઝાભાઈ મહમદહુશેનભાઈ નાઈ, ઉ.વ.૩૬, રે. ચુનાનો ભઠ્ઠો, ઢોલીયાપીરની દરગાહ એ-૧, ડેરીની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૧૧-ર૦રપના આરોપી જુમાભાઈ દોશમામદભાઈ ખફી ના દિકરાઓ તેમજ અન્ય માણસોએ દોઢ વર્ષ પહેલા ફરીયાદી અહેમદરઝાભાઈને માર મારેલ હોય જેની ફરીયાદ ફરીયાદી અહેમદરઝાભાઈના પત્નીએ કરેલ હોય અને તેના કેસ કોર્ટમાં ચાલુ હોય જેનો ખાર રાખી આોપી જુમાભાઈ દોશમામદભાઈ ખફી એ ફરીયાદી અહેમદ રઝાભાઈના ઘર પાસે સ્વીફટ કાર લઈને આવતા હોય ત્યારે ફરીયાદી અહેમદરઝાભાઈ મોટરસાયકલ લઈને સામે મળતા ફરીયાદી અહેમદરઝાઈભાઈને કહેલ કેમ સામુ જોવે છે તેમ કહી સ્વીફટ કાર માંથી લાકડાનો ધોકો કાઢી ધોકાનો એક ઘા ફરીયાદી અહેમદરઝાભાઈને ડાબા હાથમા મારેલ અને બીજો ઘા કોણીથી ઉપરના ભાગે મારેલ બાદ ફરીયાદી અહેમદરઝાભાઈની પત્ની પોતાના ઘરે જતા હોય તે સમયે ફરીયાદી અહેમદરઝાભાઈના ઘર પાસે આરોપી આરીફ જુમા ખફી એ આવી જતા તેને ફરીયાદી અહેમદરઝાભાઈની પત્નીને કહેલ કે તુ હવે અહીયા રહીને દેખાડ તથા ફરીયાદી અહેમદરઝાભાઈને કહેલ કે હવે તારે વીડીઓ ઉતારવા તે ઉતાર અને ફરીયાદી અહેમદરઝાભાઈને કહેલ છેલ્લા વીડીઓ ઉતારી લે તેમ કહી હવે તારૂ પુરૂ કરી નાખવું છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી અહેમદરઝાભાઈને શરીરે મુંઢ ઈજાઓ કરી એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
