News of Thursday, 4th December 2025
ભેંસાણના નવાણીયા ગામે બાઇક સ્લીપ થઇ જવાથી ખેત મજૂર અનિલનું મોત
હટાણુ કરી વાડીએ જતો હતો ત્યારે બનાવઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૪: જુનાગઢના ભેંસાણના નવાણીયા ગામે અરવિંદભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં યુવાનને ગામ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. તે વાડીએથી ગામમાં હટાણુ કરવા ગયો હતો અને પરત આવતો હતો ત્યારે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ નવાણીયા ગામે રહેતો અનિલભાઇ (અનાભાઇ) ભંવરીલાલ સિંગર (ઉ.વ.૨૫) ગઇકાલે સાંજે બાઇક હંકારી વાડીએથી ગામમાં કરીયાણાની ચીજવસ્તુ લેવા ગયો હતો. પરત વાડીએ આવતી વખતે રસ્તામાં સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં બીલખા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસોડયો હતો. પરંતુ મોડી રાતે મોત થતાં મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર અનિલભાઇ મુળ એમપીનો વતની હતો. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇએ ભેંસાણ પોલીસને જાણ કરી હતી.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
