News of Thursday, 4th December 2025
સુરેન્દ્રનગર નજીકના નાની મોલડી પાસે પંજાબથી દારૂ ભરી લાવતા બે વાહનો ઝડપાયાઃ સવા બે કરોડનો મુદામાલ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ :. સુરેન્દ્રનગરના નાની મોલડી નજીક આવેલ હોટલ વડવાળા દર્શન નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને અલગ-અલગ વાહનોમાં પસાર કરવામાં આવતા વિદેશી દારૂ સહિતનો ૨.૧૩ કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે અને આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પંજાબ થી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન દરોડા પાડવામાં આવ્યા છે.
મોનિટરિંગ સેલના પીએસઆઇ વીએન જાડેજા ને મળેલી આધારે પંજાબ થી ગુજરાત તરફ આવી રહેલ ૨૮,૪૦૪ ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે અન્ય બીજું વાહન પણ પસાર થઈ રહ્યું હતું તેની તલાસી લેવામાં આવતા તેના માંથી પણ ૨૦૫ જેટલા બન્ડલ જપ્ત કરવામાં આવી છે ે જેમાં મુકેશ વાલ્સીંગ માવી વડીયા મંગુસિંહ દેવકા પાટલીયા બેસી મસાનીયા કુવરસિંહ મીનાવા રાકેશ મસાનીયા નાગરાજ સિંઘ દેવકા કાળુ મસાનીયા સહિતના લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય પાંચ ઇસમો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોનિટરિંગ સેલના દરોડા બાદ ફફડાટ ફેલાયો છે ટૂંક સમયમાં પોલીસ સ્ટાફ સામે પણ કાર્યવાહી થાય તે પ્રકારની લ્શકયતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
