News of Thursday, 4th December 2025
ધંટીયા પ્રાંચી ગામે પૈસાની ઉઘરાણીમાં છરી વડે હુમલો

વેરાવળ તા. ૪: સુત્રાપાડા તાલુકાના ધંટીયા પ્રાંચી ગામે ઉછીના પૈસા આપેલ તે પાછા માંગતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ છરી વડે હુમલો કરતા ગંભીર હાલતમાં સારવારમાં આવેલ છે.
સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે રહેતા પ્રદીપ મેરામણ રામે ધંટીયા ગામે રહેતા હર્ષદ વાસુદભાઇ રામ ને હાથ ઉછીના પૈસા આપેલ હતા. રાત્રીના પૈસા માંગવા માટે ફોન કરેલ હતો ત્યારે આરોપીએ કહેલ હતું કે તને હમણા મળું છું જેથી તેને એકલા મળવાની વાત કરેલ હતી ખાંભા રોડ ઉપર આવેલ વાડીની ઓરડીએ એકલો બેઠો હતો ત્યારે આરોપી જણાવેલ હતો જેની પાસે ઉઘરાણી કરતા જેમ તેમ બોલવા લાગેલ હતો અને કહેલ કે જાનથી મારી નાખીશ તેમ કહી છરી મારીને જતો રહેલ હતો તેથી ગંભીર હાલતમાં ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લાવેલ હતા.
ફરીયાદીએ જણાવેલ હતું કે રોકડા રૂા. ર લાખ ઉછીના આપેલ હતા દોઢેક માસમાં પરત આપવાનો વાયદો કરેલ હતો પણ સમયસર પૈસા ન પરત આપતા ઉઘરાણી કરતા હુમલો કરી છરી મારી દીધેલ હતી સુત્રાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
