તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
જુનાગઢમાં ડો. દ્વારકાબેન જી. પાંડેની વાર્ષિક પુણ્યતિથી નિમિતે હાટકેશ હોસ્પિટલમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ
જામનગર, અમદાવાદ, જુનાગઢના સુવિખ્યાત આયુર્વેદ તજજ્ઞ નિષ્ણાંતના સેવાકાર્યોને યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ

જુનાગઢ તા. ૪ :.. જુનાગઢમાં આજે ડો. શ્રીમતી દ્વારકાબેન જી. પાંડેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે હાટકેશ હોસ્પિટલ ખાતે આજે વિનામુલ્યે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો છે.
હાટકેશ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નિઃશુલ્ક શ્રધ્ધાંજલી સ્વરૂપે આરોગ્ય નિદાન તપાસ (ઓપીડી), જામનગર, અમદાવાદ, અને જુનાગઢના સુવિખ્યાત આયુર્વેદ તજજ્ઞ નિષ્ણાંત ચિકિત્સક, પ્રાધ્યાપક અને આયુર્વેદ ક્ષેત્રે રિસર્ચ અનુસંધાનકર્તાને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.
ડો. શ્રીમતી દ્વારકાબેન જી. પાંડે (એચ. પી. એ. પીજી ઇન આયુર્વેદ) જામનગર આયુર્વેદ શિરોમણી (શ્રીલંકા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ શ્રધ્ધાંજલી સ્વરૂપે આજે તા. ૪ ને ગુરૂવારે આખો દિવસ હાટકેશ હોસ્પિટલ, જુનાગઢ, ખાતે આરોગ્ય નિદાન તપાસ (ઓપીડી)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાટકેશ હોસ્પિટલમાં ફુલ ટાઇમ સેવા આપતા તમામ ડોકટરો નિઃશુલ્ક તપાસ (ઓપીડી) કરી આપશે. શ્રધ્ધાંજલી સહ શ્રી પાંડે પરિવાર (જુનાગઢ), ડો. આનંદ જી. પાંડે, પરંતપ જી. પાંડે, અમિત જી. પાંડે, અજય જી. પાંડે, સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ પ્રમુખ કલ્પિતભાઇ નાણાવટી, મેનેજીંગ ટ્રસ્ટી ડો. બકુલભાઇ સી. બુચની યાદીમાં જણાવાયુ છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
