<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

અમરેલી નાગરિક સહકારી બેન્‍કમાં તૈલચિત્રનું અનાવરણ

 

(અરવિંદ નિર્મળ દ્વારા) તા.૪: અમરેલી નાગરીક સહકારી બેંક લી. નાં સ્‍થાપક ચેરમેન સ્‍વ. પે્રમજીભાઈ લેઉવા જેઓ અમરેલી વિસ્‍તારનાં ધારાસભ્‍ય તરીકે ચુંટાયેલ અને ગુજરાત વિધાનસભાનાં સ્‍પીકર બનેલ તેમજ લીલીયા વિસ્‍તારનાં ધારાસભ્‍ય સ્‍વ. ગોકળદાસ પટેલ જેઓ બેંકના સ્‍થાપક એમ.ડી બનેલ હતાં. આ બંને મહાનુભાવો દ્વારા તા. ૧૧/૦૬/૧૯૬૪ નાં રોજ નાગરીક બેંકની સ્‍થાપના કરવામાં આવી હતી ત્‍યારબાદ આ બેંક એક મોટું વટવળક્ષ બનેલ છે તેમજ ૧૯૯૫ માં જયારે બેંકની ડામાડોળ પરિસ્‍થિતિ બનેલ  ત્‍યારે બેંકનાં ચેરમેન તરીકે સ્‍વ. પરશોતમભાઈ સોજીત્રાની પસંદગી કરવામાં આવેલ અને તેઓએ  અનુભવ દ્વારા બેંકમાં સ્‍થિરતા અપાવેલ.

 આજે આ બેંકને જીલ્લાની શ્રેષ્ઠ કો-ઓપરેટીવ બેંક તરીકે ગણવામાં આવે છે અને છેલ્લા ૨૨ વર્ષથી બેંકનું નેટ N.P.A O% રાખી શ્રેષ્ઠ રીકવરી દ્વારા બેંકને સદ્ધર બનાવેલ છે તેમજ વાર્ષિક રૂા. ૪ કરોડ સુધી ચોખ્‍ખો નફો જાળવી રાખેલ છે. હાલ બેંકની કુલ ૪ બ્રાંચ છે અને પાંચમી બ્રાંચ સાવરકુંડલા ખાતે ટુંક સમયમાં ચાલુ થવાની છે તેમજ હાલ બેંકનાં કુલ ૨૨૦૦૦ સભાસદો, ૨૨૬૮૦ સેવિંગ એકાઉન્‍ટ, ૭૮૦ કરંટ એકાઉન્‍ટ હોલ્‍ડરો છે. હાલ, બેંકની કુલ ડીપોઝીટ રૂા.૨૦૦ કરોડ, ૪૮૯૨ લોકર તેમજ રૂા. ૧૧૩ કરોડ બેંકનું ધિરાણ છે.

 આ બેંક લાકો પ્રત્‍યે અવિરત વિકાસ અર્થે કામ કરતી હોય જેથી બેંકનાં પૂર્વ ચેરમેનશ્રીઓએ બેંકમાં આપેલ યોગદાન માટે તેઓનું ઋણ સ્‍વિકાર કરીને તેઓની કાયમી યાદ માટે આગામી તા.૦૬/૧૨/૨૦૨૫ ને શનિવારે સવારે ૯-૩૦ કલાકે અમરેલી મેઈન બ્રાંચ ખાતે કાયદો અને ન્‍યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના રાજયકક્ષા મંત્રી  કૌશિકભાઈ વેકરીયાનાં હસ્‍તે સ્‍વ. પ્રેમજીભાઈ લેઉવા, સ્‍વ.ગોકળદાસ પટેલ અને સ્‍વ. પરશોતમ ભાઈ સોજીત્રાનાં તૈલચીત્રનું અનાવરણ કરવામાં આવશે. તેવું બેંકનાં એમ.ડી. દિલીપભાઈ ધોરાજીયાએ યાદિમાં જણાવેલ છે.

(1:37 PM IST)