News of Friday, 5th December 2025
ગિરનાર પર ૯.પ જુનાગઢમાં ૧૪.પ ડિગ્રી ઠંડી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા. ૦૫, આજે જુનાગઢ સહિત સોરઠના તાપમાનમાં સહેજ વધારો થયો હતો છતાં ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું.
ગિરનાર પર્વત ઉપર સવારે તાપમાનનો પારો થોડો ઉપર ચડીને ૯.૫ ડિગ્રીએ સ્થિર થયો હતો. જુનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી રહ્યું હતું. તાપમાનમાં સહેજ વધારો થવા છતાં ઠંડીથી લોકોને રાહત મળી ન હતી.
સવારના વાતાવરણમાં ભેજન પ્રમાણ ૬૯% રહ્યું હતું જ્યારે પવનન પ્રતિ કલાકની ઝડપ ૩.૫ કિલોમીટરની રહેવા પામી હતી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
