News of Saturday, 6th December 2025
જામનગરમાં વધુ એક PMJAY કાંડ ખુલતા ખળભળાટઃ ઓશવાળ આયુષ હોસ્પિટલને ૧.૨૬ કરોડનો દંડ ફટકારાયોઃ કાર્ડિયાક વિભાગને રદ કરાયો
JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ બાદ ઓશવાળ આયુષ હોસ્પિટલમાં ૩૫ દર્દીઓના જરૂર વગરના ઓપરેશન કરી સ્ટેન્ડ બેસાડી દેવામાં આવ્યાનો ઘટસ્ફોટઃ સરકાર પાસેથી ૪૨ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યાઃ ડો.શ્રીપદએ સારવાર કરી હતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬: જામનગરમાં વધુ એક PMJAY કાંડ ખુલતા ખળભળાટ મચી ગયો છે.
ખ્યાતિ કાંડ બાદ જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને હવે બીજી ઓશવાળ આયુષ હોસ્પિટલમાં PMJAY યોજના અંતર્ગત દર્દીઓના જરૂર વગર ઓપરેશન કરી નાખવામાં આવ્યાનું સામે આવ્યું છે.ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે
JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓશવાળ આયુષ હોસ્પિટલમાં ૩૫ દર્દીઓના જરૂર વગરના ઓપરેશન કરી સ્ટેન્ડ બેસાડી દેવામાં આવ્યાનો ઘટસ્ફોટ થયો છે.
સરકાર પાસેથી ૪૨ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.આરોગ્ય કમિશનરને ખબર પડતા કડક વલણ અપનાવ્યું છે.
ઓશવાળ આયુષ હોસ્પિટલને ૧કરોડ ૨૬ લાખ ૭૭,૦૦૦ નો દંડ ફટકારાયો છે. PMJAY અંતર્ગત યોજનામાંથી હોસ્પિટલનુ કાર્ડિયાક વિભાગને રદ કરાયો છે.ઓશવાળ આયુષ હોસ્પિટલના ડો.શ્રીપદએ સારવાર કરી હતી.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૪૦.૨૫)
પીએમજેએવાય યોજનાની અપ્રુવલ આવ્યા બાદ જ ઓપરેશન કર્યા છેઃ સરકાર સમક્ષ સસ્પેન્શન પાછુ ખેંચવા અમે વાત રાખીશુઃ જામનગર ઓશવાળ આયુષ હોસ્પિટલની સ્પષ્ટતા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: ઓસવાળ આયુષ હોસ્પિટલને ગઈ કાલ બપોરના ૧૨ કલાકે પીએમજેએવાય યોજના તરફથી એક મેઈલ મળેલ જેમાં ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને સાથે પીએમજેએવાય યોજનામાંથી હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ જે અંગે ૩૫ દર્દીઓની ક્વેરી પીએમજેએવાય યોજના તરફથી આપવામાં આવેલ જે અંગે અમો જણાવવા માંગીએ છીએ કે પીએમજેએવાય યોજનાના પ્રોસેસ ફલો મુજબ પીએમજેએવાય યોજનાની કોઇપણ સારવાર માટે એક અપ્રુવલ પ્રોસેસ હોઈ છે. જે અમો દ્વારા અમારા આ પીએમજેએવાય યોજના હેઠળની ક્વેરી વાળા દરેક ૩૫ દર્દીઓમાં અપ્રુવલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે.
વધુમાં કોઈપણ કાર્ડિયાક પ્રોસીજર પહેલા તેમના માટેના એન્જીયોગ્રાફીના વિડીયો, જરૂરી રીપોર્ટસ વગેરે પીએમજેએવાય યોજનાના પોર્ટલ પર અપલોડ કરવાનું હોઈ અને પીએમજેએવાય યોજનાની એક્સપર્ટ ટીમ આ રીપોર્ટસ અને વિડીઓ જોયા અને રીવ્યુ કાર્ય બાદ જ સ્ટેન્ટ પ્રોસીજર માટે અપ્રુવલ આપતા હોઈ છે જે અમોએ પણ આ દરેક દર્દી માં પીએમજેએવાય યોજનાની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસીજારો કરેલ છે.
સરકારી શ્રી આવનારા દિવસોમાં બોલાવશે ત્યારે અમો અમારો પક્ષ રાખી અને જરૂરી પુરાવાઓ અને રીપોર્ટસ અને રેફરન્સ અમારી પાસે જે અમો સરકારશ્રી સમક્ષ રજુ કરીશું. અને આ સસ્પેન્શન પાછું ખેચી લેવા અમારી વાત રાખીશું. તેમ ઓશવાળ આયુષ હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
