News of Saturday, 6th December 2025
ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મીટીંગ

પોરબંદરઃ ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા લ્ત્ઝગ્ત્ ના જનરલ મેનેજર ઋષિ પાંડે તથા અસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રેમસાઈ બિસ્વાલ સાથે ખાસ પ્લ્પ્ચ્ લોન માટેની જાણકારી માટે એક મીટીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ તકે પધારેલા મુખ્ય મહેમાનો ઋષિ પાંડે, (જનરલ મેનેજર, SIDBI) પ્રેમસાઈ બિસ્વાલ સાહેબ, (અસિસ્ટન્ટ જનરલ મેનેજર લ્ત્ઝગ્ત્) તથા ડી.આ૨. ૫૨માર (DIC) નુ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ. લ્ત્ઝગ્ત્ ના અધિકારીઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ મુદાઓ પર વિસ્તળત ચર્ચા કરવામાં આવી તેમજ પોરબંદર જિલ્લામાં ઉદ્યોગોને વધારે વિકસિત કઈ રીતે બનાવી શકાય અને તેમા મળતી સરકારી સહાય વિશે વિગતે માહીતી આપી. આ ઉપરાંત ટૂંક સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગતના પ્રોગ્રામો અંગેની માહીતી ડી.આઈ.સી. ના ડી. આર. પરમારે આપી અને તેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું જણાવ્યુ હતું. આ મીટીંગમાં ડિસ્ટ્રીકટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ પદુભાઈ રાયચુરા, અનીલભાઈ કારીયા, દિલીપભાઈ ગાજરા, જતીનભાઈ હાથી, સેક્રેટરી જયેશભાઈ પત્તાણી, વિજયભાઈ ઉનડકટ, રસીકભાઈ ભરાણીયા, દિવ્યેશભાઈ સોઢા, યુવા ચેમ્બરના પ્રમુખ સુમીતભાઈ સલેટ, સેક્રેટરી સિધ્ધાર્થ પત્તાણી ઉપસ્થિત રહયા હતા.(તસ્વીર-અહેવાલઃ પરેશ પારેખ-પોરબંદર)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
