News of Saturday, 6th December 2025
મોરબી પાસે બંધ ટ્રક પાછળ ડમ્પર અથડાતાં બે ઘવાયાઃ એક ગંભીર ઇજા પામનારા બંને એમપીના વતનીઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૬: મોરબી નજીક ભરતનગર પાસે ક્રિષ્ના હોટલ નજીક રાત્રીના બંધ ટ્રક પાછળ ડમ્પર અથડાતાં ડમ્પરમાં બેઠેલા એમપીના બે યુવાનને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં એકની હાલત ગંભીર છે.
મોડી રાતે આ બનાવ બન્યો હતો. શરૂઆતમાં ડમ્પરના ચાલક, ક્લીનરને અજાણ્યા દર્દી તરીકે દાખલ કરાયા હતાં. બાદમાં ઓળખ થઇ હતી. જેમાં એકનું નામ પ્રકાશ કાલુભાઇ વાસ્કલે (ઉ.વ.૨૫) અને બીજાનું નામ શત્રુઘ્ન ઉર્ફ શત્રુ (ઉ.વ.૨૮) છે. શત્રુની હાલત ગંભીર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
