તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Saturday, 6th December 2025
વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરીત ઈમારતનો પહેલા માળનો રવેશ તુટી પડયો

વેરાવળઃ બસ સ્ટેન્ડ રોડ ઉપર સાત માળ ની રીધ્ધી સીધ્ધી બિલ્ડીગ આવેલ છે તે જર્જરીત હોય. આવી ૪૫ જેટલી બિલ્ડીગો વેરાવળમાં આવેલ હોય તેના માટે અનેક રજુઆતો કરેલ હોય છતા કોઈ કામગીરી થતી નથી મધ્યરાત્રીએ રોડ ઉપર આવેલ જયા સીટી બસ સ્ટેન્ડ છે અને રેડીમેન્ટ કાપડની દુકાનની ઉપર પહેલા માળનો રવેશ ધડાકા ભેર તુટી પડેલ હતો રાત્રે આ બનાવ બનતા સદભાગ્યે કોઈને જાનહાની કે ઈજા થયેલ નથી સાતેક દિવસ પહેલા પણ તેની પાછળની ગલ્લીમાં ખાનગી બેંક આવેલ છે તેનો રવેશ પણ પડેલ હતો બેદરકારીના લીધે આવી જર્જરીત બિલ્ડીગો કે મકાનો સામે કોઈ કાર્યવાહી થતી ન હોય ખારવા વાડમાં એમ મકાન પડી જતા ત્રણ ના મળત્યુ થયેલ હતા. ધમધમતા બસ સ્ટેન્ડ, પ્રકાશ કોમ્પલેક્ષ, સુભાષરોડ, સટા બજાર, બજરંગ રોડ, બંદર રોડ સહીત અનેક રોડ ઉપર ૪૫ થી વધારે બિલ્ડીગ જર્જરીત છે તેમજ અનેક વિસ્તારોમાં ૫૦૦ થી વધારે ત્રણ માળ સુધીના મકાનો છે તેની સામે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠેલ છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
