તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Saturday, 6th December 2025
પ્રદિપસિંહ જાડેજા ઉપર થયેલ હુમલાનો બદલો લેવા ગોપાલ ઇટાલીયા
ઉપર જામનગરમાં છત્રપાલસિંહ જાડેજાએ જુતાનો ઘા કર્યો'તો અહીં પોલીસ અમારી રક્ષા માટે નહી પણ હુમલાખોરને બચાવવા હતીઃ ગોપાલ ઇટાલીયાના પ્રહારો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૬: જામનગરમાં ગઈકાલે ગુજરાત જોડો યાત્રા અનુસંધાને બાઈક રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે સાંજે આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા જનસભાને સંબોધન કરી રહ્યાં હતા ત્યારે સભામાં આગળ બેઠેલા એક શખ્સે જૂતાનો ઘા કર્યો પરંતુ સદનસીબે હુમલાથી માન માન બચ્યા હતા. આ ઘટના બનતા જ સ્ટેજ પર બેઠેલા પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર જેનબબેન ખફી અને અન્ય કાર્યકરોએ હુમલાખોરને પકડી જાહેરમાં બેફામ માર માર્યો હતો અને બંદોબસ્તમાં રહેલી પોલીસે તરત જ આ શખ્સની અટકાયત કરી અને તે ઘાયલ હોવાથી તેને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ અંગે પત્રકારોએ ગોપાલ ઈટાલિયાને પુછતા તેઓએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરી કહયું હતું કે, અહીં પોલીસ અમારી રક્ષા માટે નહીં પણ હુમલાખોરને બચાવવા માટે બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો એટલે જ કાર્યકરોના ટોળામાંથી હુમલાખોર છત્રપાલસિંહ જાડેજાને છોડાવી લઈ ગયેલ હતા અને વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ સાથે મળી આ પ્રકારનું કાવત્રુ કરી રહયાં છે.
મોડી રાત્રે પ્રાથમિક સારવાર બાદ હુમલાખોર છત્રપાલસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જુતુ ફેકનાર પોતે લાલપુર તાલુકાના મેમાણા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને આ સાથે તેઓએ કહયું હતું કે, અગાઉ પૂર્વ મંત્રી પ્રદિપસિહ જાડેજા ઉપર જાહેર સભામાં જુતુ ફેકવામાં આવ્યું હતું ત્યારથી પોતાને વસવસો રહી ગયો હતો અને પોતાના સમાજનો બદલો લેવા માટે આજે મોકો શોધી હુમલો કર્યો કર્યો હતો. (તસ્વીરઃ કિંજલ કારસરીયા)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
