<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

કાંસ્ય થેરાપી સારવાર મોરબીમાં રાહત દરે, વહેલા તે પહેલાના ધોરણે નોંધણી શરૂ.

સ્ટ્રેસ ,અનિંદ્રા, એન્ઝાઈટી અને ડિપ્રેશન જેવા રોગોમાં રાહત થાય: લોહીનું પરિભ્રમણ વધે અને વાઢિયા ,ખીલને ખંજવાળ ઓછા થાય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  ભારતની આયુરવૈદિક પરંપરા મુજબ ૬૦૦૦ વર્ષ કરતાં પણ જૂની થેરાપી એટલે કાંસ્ય થેરાપી છે .પગમાં કાંસાના વાસણ દ્વારા ઘી અને મીઠા થી ઘસવા માં આવતી  સારવાર હવે મશીન વડે આપવામાં આવે છે.આ કાંસ્ય થેરાપી લેવાથી ઊંઘ સારી આવે છે.અકાળે માથા ના વાળ સફેદ થતા અટકે છે.સ્ટ્રેસ ,અનિંદ્રા, એન્ઝાઈટી અને ડિપ્રેશન જેવા રોગોમાં રાહત થાય છે. લોહીનું પરિભ્રમણ વધે છે.વાઢિયા ,ખીલને ખંજવાળ ઓછા થાય છે.વાત , પિત્ત ,કફ ના ત્રિદોષ નું શમન કરે છે. મુસ્ક્યુલર પેઇનમાં રાહત કરે છે.શરીર માં રહેલ સુગર ને કંટ્રોલ કરે છે .શરીર માં થતી બળતરા શાંત કરે છે.માનસિક થાક ને તણાવ માં મુક્તિ મળે છે. સાબિતી રૂપે શરીરમાં રહેલ કચરો પગમાં કાલાશ રૂપે નીકળે છે.અને સ્ફૂર્તિની અનુભૂતિ કરાવે છે.

આ કાંસ્યથેરાપીનું એક સદગૃહસ્થ દ્વારા તદ્દન રાહત દરે આયોજન જેમાં ૮ ડિસેમ્બર  થી ૨૩ ડિસેમ્બર (૧૫ દિવસ) ના ફક્ત ૮૦૦ રૂપિયા  વહેલા તે પહેલા ના ધોરણે  શરૂ થઈ રહ્યું છે
સ્થળઃ ડો હસ્તીબેન મહેતા ના દવાખાને ગાંધી બઝાર,ગ્રીન ચોક,મોરબી
વધુ માહિતી માટે સંપર્ક
૯૪૦૯૭ ૪૪૬૮૦

(2:43 PM IST)