News of Saturday, 6th December 2025
ભાવનગરની પંડ્યા ડેરીની મીઠાઈમાંથી નીકળી જીવાત : દુકાને પહોંચી તપાસ કરતા તેમાંથી પણ જીવાત નીકળતા ગ્રાહક સ્તબ્ધ
દુકાનદાર જીવાતવાળી મીઠાઈ ગ્રાહકોને પધારવા હોવાનું સામે આવતા ગ્રહાકોમાં રોષની લાગણી વ્યાપી

ભાવનગર શહેરમાં મીઠાઈના ગ્રાહકને કડવો અનુભવ થયો છે. શહેરના લાલટાંકી વિસ્તારમાં આવેલા પંડ્યા મીઠાઈમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના લાલટાંકી વિસ્તારમાં આવેલા પંડ્યા મીઠાઈમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળીતા હોબાળો મચી જવા પામ્યો છે. ભાવનગર શહેરમાં રહેતા સંજયભાઈ જાડાવ નામના ગ્રાહકે શહેરના દેસાઈનગર લાલટાંકી વિસ્તારમા આવેલી પંડ્યા મીઠાઈ નામની ફરસાણની દુકાનેથી ખરીદેલી ખજૂર પાક મીઠાઈ ખરીદી હતી. જ્યારે તેમણે આ મીઠાઈ જોઈ તો તેમાં જીવાત દેખાઈ હતી જે જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા.
ખજૂર પાક મીઠાઈમાં જીવાત નીકળતા ગ્રાહક દ્વારા દુકાનદારને ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ ગ્રાહકે મીઠકઇની દુકાને પહોંચી ત્યાં રાખવામાં આવેલી મીઠાઈની તપાસ કરતા તેમાંથી પણ જીવાત નીકળી હતી. આમ દુકાનદાર જીવાતવાળી મીઠાઈ ગ્રાહકોને પધારવા હોવાનું સામે આવતા ગ્રહાકોમાં રોષની લાગણી વ્યાપી છે. આ મામલે ગ્રાહકે દુકાનદાર સામે આક્રોશ વ્યક્ત કરતા દકાનદાર સામે કાર્યવાહીની માંગ કરી છે.
, ભાવનગરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે આરોગ્યને નુકશાન થાય એ પ્રકારની મીઠાઈનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે,આરોગ્ય વિભાગ ઊંઘમાંથી જાગી આવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
