News of Saturday, 6th December 2025
જામનગરમાં જૂતાકાંડમાં સો ટકા કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી :
સ્ટેજ પર સિંહણની જેમ ધસી આવેલ જેનબબેનના ગંભીર આરોપ:કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલ કોર્પોરેટર જેનબબેન ખફીએ ઘટનાને કોંગ્રેસ પ્રેરિત ગણાવતા કહ્યું કે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીનો વધતો વેગ સહન કરી શક્યા નથી.

AAP નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા પર જામનગરમાં જાહેર મંચ પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. આ ઘટના સમયે સ્ટેજ પર હાજર રહેલા અને તાત્કાલિક અસરથી હુમલાખોરને પકડી પાડવા માટે સિંહણની જેમ ધસી આવેલા કોર્પોરેટર જેનબબેન ખફીએ આખા કાંડને કોંગ્રેસ પ્રેરિત ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા છે. પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અને હાલમાં AAPમાં જોડાયેલા જેનબબેન ખફીએ ઘટના અંગે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ કૃત્ય પાછળ સ્થાનિક કોંગ્રેસના નેતાઓની ભૂમિકા છે
જેનબબેન ખફીએ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કરતા કહ્યું કે, "અમે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ, એટલે કદાચ ઉપરથી તેમણે ઠપકો મળ્યો હોય." તેમણે ઉમેર્યું કે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીનો વધતો વેગ સહન કરી શક્યા નથી. તેમના મતે "એમનો હાથો બનીને આ ભાઈએ (જૂતું ફેંકનારે) નિમ્ન કક્ષાનું કાર્ય કર્યું છે."
આરોપ લગાવતા જેનબબેન ખફીએ જણાવ્યું કે, "ચોક્કસ કોઈ સ્થાનિકની સૂચનાથી આ થયું હોય તેવું હું અને આખું જામનગર જાણે છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કોંગ્રેસની વિચારધારા નથી, પરંતુ સ્થાનિક કોંગ્રેસની નેતાગીરીની પાછળની ભૂમિકા જ આ ઘટનામાં રહેલી છે. આખરે, તેમણે આ સમગ્ર ઘટનાને 'નિમ્ન કક્ષાની રાજનીતિ' ગણાવી છે.જામનગરની આ ઘટનાએ AAP અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય ઘર્ષણને વધુ એક નવો વળાંક આપ્યો છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
