<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

જામનગરમાં ’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’કામગીરી કરતી જામનગર જીલ્લા પોલીસ : શંકર ટેકરી .દિગ્વિજય પ્લોટ,ચારણનેશ ,બાવરીવાસ સહિતના વિસ્તારોમાં ચેકીંગ

પ્રોહીબીશનના 8 કેસ,મિલ્કત સબન્ધી ગુન્હાના,માથાભારે શખ્શો, બુટલેગર, જુગારીઓને તપાસાયા :136 જેટલા વાહનો અને 31 હોટલ-ઢાબાનું ચેકીંગ કરાયું

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS)નાઓએ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લાના,પ્રોહીબુટલેગર્સ,જાણીતા જુગારીઓ,મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓને ચેક કરવા સુચના કરેલ હોય,જેથી તા.૦૬/૧૨/૨૦૨૫ ના રોજ  જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરટેકરી,દિ.પ્લોટ-૪૯ ચારણ નેશ, દિગ્જામ સર્કલ,બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૂતિનગર,ગણપતનગર,વૂલનમીલ ફાટક,રેલ્વે પાટા વિસ્તારમા ’’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’’ દરમ્યાન  નીચેની મુજબ કામગીરી કરવામા આવેલ.
’’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’’ કામગીરીઃ-
(૧) પ્રોહીબીશન કેસ---૦૮
(૨) મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક-૨૮
(૩) માથાભારે ઇસમો ચેક -૦૮
(૪) અસામાજીક ઇસમો ચેક-૦૬
(૫) ટપોરી ઇસમ ચેક-૦૭
(૬) પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-૨૭
(૭) જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-૦૭
(૮) અવાવરૂ જગ્યા તથા ઝુપડપટ્ટી  ચેક- ૦૪
(૯) વાહન ચેક-૧૩૬
(૧૦)હોટલ ધાબા/ધાર્મિક  સ્થળ ચેક-૩૧
(૧૧) વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક-૦૬

  નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી સીટી પો.ઇન્સ વી.એમ.લગારીયા,તથા સીટી સી પો.સ્ટે. પો.ઇન્સએન.બી.ડાભી, સીટી એ પો.સ્ટે પો.ઇન્સ.એન.એ.ચાવડા તથા સીટી બી ડીવી પો.ઇન્સ.

પી.પી.ઝા,તથા  બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ.વી.બી.ચૌધરી તથા મહિલા પો.સ્ટે પો.ઇન્સ.એ.કે.પટેલ તથા તથા  એલ.સી.બી. /એસ.ઓ.જી સ્ટાફ સાથે આ કાર્યવાહીમા પો.ઇન્સ-૦૬,પો.સબ ઇન્સ-૧૦,આશરે ૧૦૦ પોલીસ સ્ટાફ.દ્રારા કાર્યવાહી કરવામા આવેલ છે.

(10:56 PM IST)