News of Sunday, 7th December 2025
મોરબી : સિરામિક કંપનીના ગેસ લીકેજ,અફરાતફરી-ભયનો માહોલ,એનડીઆરએફ ટીમ દોડી આવી.
અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી.

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રોપેન ગેસ વધારે પ્રમાણમાં વાતાવરણમાં પ્રસરેલ હોવાથી કારખાના દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આ આપત્તિની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલરુમમાંથી જિલ્લાની દરેક સરકારી એજન્સીઓ તથા વઘુ પડતા પ્રોપેન ગેસ લીક હોવાથી NDRF ને આ ઈમરજન્સી કંટ્રોલ કરવા માટે જાણ કરવામાં આવી હતી. દરેક એજન્સીઓએ તેમની કામગીરી યોગ્ય રીતે બજાવી અને આપત્તિને સફળતા પૂર્વક કંટ્રોલ કરી હતી.
આ ઓફ સાઇટ મોક એકર્સસાઈઝ પૂર્ણ થયા બાદ મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતે મોકડ્રીલ સફળતા પૂર્વક પૂર્ણ થતાં દરેકને જિલ્લા વહીવટી તંત્ર વતી શુભેચ્છા પાઠવી હતી.એકર્સસાઈઝ બાદ દરેક સુપરવાઇઝરના સુચનો મેળવવામાં આવ્યા હતા અને આપદાની આવી પરિસ્થતિને પહોંચી વળવા ચર્ચા કરવામાં આવી હતી.
આ મોક એકર્સસાઈઝ અન્વયે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, NDRF ના અધિકારીઓ વિકમ ચૌઘરી અને જગદિશ પ્રસાદ અને તેમની ટીમ ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક જતીન આદેશરા, મોરબી, સહાયક નિયામક રાહુલ ચૌઘરી, અધિકારી પી.એમ. કલસરીયા, એઆરટીઓ રોહિત પ્રજાપતિ, ડીઝાસ્ટર વિભાગ ડીપીઓ અમીતભાઇ, પી.આઈ. એસ.એમ. ચૌહાણ, ચીફ ફાયર ઓફિસર દેવેન્દસિંહ જાડેજા, જીપીસીબીના અધિકારી જે.એ. રામ, મ્યુચઅલ એડ પાટનર્સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
