<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

સજા થયેલ આરોપી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જૂનાગઢ એ.ડીવી.પો.સ્ટે પોલીસ.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૦૭ : જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના સિધ્ધા માર્ગદર્શન અને સુચના થઇ આવેલ હોય કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ જિલ્લા તથા જિલ્લા બહારના સજા થયેલ તથા ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી આમ જનતામા કાયદો અને પોલીસ પરનો વિશ્વાસ સુદ્રઢ કરવા સતત પ્રયત્ન શીલ રહી ગુન્હાના કામે તથા સજા થયેલ તેમજ જેલ ફરારી કેદીઓ જેવા નાસતા ફરતા આરોપીઓને શોધી પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સતત જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

    જે અન્વયે પો.ઈન્સ વિ.જે.સાવજ નાઓની કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરોક્ત કામગીરી કરવા સર્વેલન્સ સ્ટાફને સતત પ્રયત્ન શીલ રહેવા સુચના હોય જે સુચના મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફ કાર્યરત અને બાતમી મેળવવા પ્રયત્ન કરતા હોય આ દરમ્યાન એ.એસ.આઇ ભદ્રેશભાઇ રવૈયા પો.કોન્સ. જયેશભાઇ કરમટા તથા સુભાષભાઇ કોઠીવાળ નાઓને બાતમી હકિકત મળેલ કે ઉના ફેમીલી કોર્ટના ફો.પ.અં.નં-૫૧૪/૨૦૨૫ ના કામે સજા થયેલ શેરૂભાઇ હાસમભાઈ જેનુજી ઉ.વ.૪૫ રહે.ગીરનાર દરવાજા, હનુમાન મંદિરની સામે ભરડાવાવ, જુનાગઢ વાળાને સજા થયેલ હોય અને તે હાલ ભરડાવવા પોતાના ઘરે આવવાનો છે જે બાતમી આધારે એ-ડિવી.પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના માણસો વોચમા રહેલ અને સજા થયેલ શેરૂભાઇ હાસમભાઇ જેનુજી પોતાના ઘરે આવતા ઉપરોકત ઇસમને પકડી સજા વોરંટના કામે નામદાર કોર્ટના હુકમ મુજબ જુનાગઢ જીલ્લા જેલ ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી પો.સબ.ઇન્સ વાય.એન સોલંકી તથા એ.એસ.આઈ ભદ્રેશભાઈ રવૈયા તથા પો.હેડ કોન્સ નીલેશભાઈ ચૌહાણ તથા પો.કોન્સ જયેશભાઇ કરમટા તથા પો.કોન્સ. સુભાષભાઈ કોઠીવાળ તથા પો.કોન્સ. જીગ્નેશભાઇ શુકલ તથા અનકભાઇ બોઘરા તથા કલ્પેશભાઇ ચાવડા તથા નરેન્દ્રભાઇ બૉલસ પો.સ્ટાફે સાથે રહી કરી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:33 PM IST)