News of Sunday, 7th December 2025
ભાવનગર યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTI જેવી સામાન્ય છતાં પીડાદાયક બીમારીના નિદાનમાં હવે ક્રાંતિકારી પરિવર્તન આવશે : સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRI ના વૈજ્ઞાનિકોએ અનોખી અને અત્યંત સસ્તી ૧૫ રૂપિયાની કીટ તૈયાર કરી : માત્ર 6 થી 9 કલાકમાં UTI નું સચોટ નિદાન કરશે
મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTI નો ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે,અત્યાર સુધી આ ટેસ્ટ માટે 38 થી 48 કલાક બાદ રિપોર્ટ આવતા અને જેનો ખર્ચ રૂપિયા 1 હજાર થી લઈને 3 હજાર સુધી થતો

ભાવનગર તા.૭ : ભાવનગર યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTI જેવી સામાન્ય છતાં પીડાદાયક બીમારીના નિદાનમાં હવે ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRI ના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી અનોખી અને અત્યંત સસ્તી કીટ તૈયાર કરી છે, જે માત્ર 6 થી 9 કલાકમાં UTI નું સચોટ નિદાન કરી શકે છે. આ કીટની અંદાજિત કિંમત માત્ર રૂપિયા 15 રહેશે. જે હાલના પરંપરાગત ટેસ્ટની તુલનામાં નહિવત છે.
ભાવનગરની CSMCRI સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કિટ તૈયાર કરી છે. જેમાં મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTI નો ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે. અત્યાર સુધી આ ટેસ્ટ માટે 38 થી 48 કલાક બાદ રિપોર્ટ આવતા અને જેનો ખર્ચ રૂપિયા 1 હજાર થી લઈને 3 હજાર સુધી થતો હતો. જયારે CSMCRI દ્વારા બનાવવામાં આવેલી કીટમાં આ ટેસ્ટ માત્ર રૂપિયા 15 માં થશે. જેનાથી દર્દીઓના પૈસાની સાથોસાથ સમય બચાવશે. હાલમાં UTI ટેસ્ટ કરાવવા માટે દર્દીઓએ 38 થી 48 કલાક સુધી રિપોર્ટની રાહ જોવી પડતી હતી. જેમાં આ ટેસ્ટનો ખર્ચ રૂપિયા 1,000 થી 3,000 થતો હતો. CSMCRI દ્વારા વિકસાવવામાં આવેલી આ મેમ્બ્રેન કીટ દર્દીઓના પૈસાની સાથે સાથે કિંમતી સમયની પણ બચત કરશે. સમયસર નિદાન થવાથી દર્દીઓને ઝડપથી સારવાર મળી શકશે.
CSMCRI ના વૈજ્ઞાનિકોએ 5થી 6 વર્ષની મહેનત બાદ આ સરળ કીટ તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, પરંપરાગત પ્રક્રિયામાં બેક્ટેરિયાને વધવા અને ઓળખવામાં સમય લાગતો હતો, જેના કારણે રિપોર્ટ આવતા બે-ત્રણ દિવસ થતા. દર્દીઓની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને આ ઝડપી કીટ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ કીટ ખૂબ જ સરળ છે. જેનો ઉપયોગ સામાન્ય લોકો પણ કોઈ ખાસ સ્કિલ કે ટેકનિશિયનની મદદ વગર કરી શકે છે. યુરિન સેમ્પલને બે ડબ્બીમાં મૂકવામાં આવે છે અને તેમાં મેમ્બ્રેન કીટ નાખવામાં આવે છે. 6 થી 9 કલાકની પ્રક્રિયા બાદ તેનું પરિણામ નરી આંખે જોઈ શકાય છે. જો સેમ્પલનો કલર ગુલાબી થઈ જાય, તો તેનો અર્થ છે કે બેક્ટેરિયા હાજર છે અને દવા કામ નથી કરી રહી. જો કોઈ કલર ન આવે, તો સમજવું કે બેક્ટેરિયા ખતમ થઈ ગયા છે. આ કીટ માત્ર ઇન્ફેક્શન છે કે નહીં તે જ નહીં, પરંતુ કયા પ્રકારના બેક્ટેરિયા છે તે પણ નક્કી કરવામાં મદદ કરે છે. જેથી ડોક્ટરો સચોટ એન્ટિબાયોટિક દવા આપીને તાત્કાલિક સારવાર શરૂ કરી શકે.
વૈજ્ઞાનિકોએ UTI ના લક્ષણો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વારંવાર પેશાબ લાગવો, પેશાબ કરતી વખતે બળતરા થવી, ઓછો કે રોકાઇ-રોકાઇને પેશાબ આવવો, કમર કે પેટ પાસે દુખાવો થવો, અને ક્યારેક થાક કે તાવ પણ તેના લક્ષણો છે. આ રોગ પુરુષો અને સ્ત્રીઓ બંનેને થઈ શકે છે. તેની સારવાર સામાન્ય રીતે એન્ટિબાયોટિક દવાઓ દ્વારા કરવામાં આવે છે.
CSMCRI આ કીટનું જલદી મોટા પાયે ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. જેથી તે દરેક વર્ગના લોકો માટે ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ શકે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
