News of Sunday, 7th December 2025
સિકકા સર્વોદય સોસાયટી રેલ્વેના પાટ્ટા પાસે જાહેરમા ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા ચાર શખ્શોને સિક્કા પોલીસે ઝડપ્યા
બાતમીના આધારે રેડ કરીને જુગાર રમતા ચારેય આરોપીને રોકડ રકમ રૂપિયા 11.320 સાથે ઝડપી લેવાયા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોક કુમાર યાદવ (IPS) નાઓ દ્વારા પ્રોહીબીશન તથા જુગાર ઘારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારુ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગારઘારાના કેશો શોધી કાઢવા સુચના કરતા તથા I/C પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS)ના સિધા માર્ગદર્શક હેઠળ સિક્કા પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગારના વધુ ને વધુ કેસો શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ હોય
ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સિક્કા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.જે.જે.ચાવડાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ તથા પો.કોન્સ કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા તથા પો.કોન્સ ભુપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે સિકકા સર્વોદય સોસાયટી પાસે રેલ્વેના પાટ્ટા પાસે ચાર શખ્શો ગંજીપત્તા ના પાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરે છે તેવી હકિકત મળતા તુરત રેઇડ કરી નીચે મુજબના આરોપીઓને રોકડા રૂ.૧૧,૩૨૦/-તથા ગંજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ.૦૦/૦૦ કુલ મુદામાલ કિ.રૂ ૧૧,૩૨૦/-નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.કોન્સ કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ જુગારધારા કલમ ૧૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓ (૧) અશોકભાઈ માવજીભાઈ પરમાર જાતે-સતવારા( ઉ.વ-૪૯) ધંધો- ઈલેકટ્રીકલ( રહે.સિકકા જી.ઈ.બી કોલોની બ્લોક નં ૩૩૨ તા.જી.જામનગર) મો.નં ૯૦૯૯૬૪૨૩૨૫ (૨) રાજેશ દામોદરભાઈ તન્ના જાતે-લુવાણા (ઉ.વ-પર) ધંધો-ડ્રાઈવિંગ (રહે સિકકા પંચવટી સોસાયટી હનુમાન મંદિર વાળી આંગણવાડીની સામે તા.જી. જામનગર) મો.નં ૯૭૨૪૦૧૭૯૪૦ (૩) પ્રદિપસિંહ ગુમાનસિંહ ચુડાસમા જાતે-દરબાર (ઉ.વ-૪૬ )ધંધો-ડ્રાઈવિંગ (રહે.સિકકા ગોકુલપુરી ક્રિષ્નાપાર્ક પ્રાથમીકશાળની સામે તા.જી જામનગર ) મો.નં ૯૯૯૮૭૩૭૬૭૩ અને (૪) ભોજાભાઈ ડોસાભાઈ કારીયા જાતે—ગઢવી (ઉ.વ-૬૧) ધંધો-નિવૃત (રહે.સિકકા ગોકુલપુરી રામ મંદિરની સામે તા.જી.જામનગર) મો.નં ૯૫૫૮૩૨૬૯૬૬ને ઝડપી લીધા હતા
કામગીરી કરનાર ટીમમાઝ પો.ઇન્સ.જે.જે. ચાવડા ,પો.હેડ.કોન્સ. જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા,પો.હેડ.કોન્સ યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ,પો.કોન્સ કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા, પો.કોન્સ ભુપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા હતા
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
