<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

ધ્રાંગધ્રાના કંકાવટી ગામમાં કરુણાંતિકા : પિતા સાથે ટ્રેક્ટર બેઠેલો પુત્ર નીચે પટકાયો અને ટાયર નીચે કચડાઈ જતા મોત

પિતાએ આક્રંદ સાથે વાડીના માલિક અને ગામલોકોને જાણ કરી પણ ગંભીર ઇજાઓ થતાં દીકરાના ખોળિયામાંથી ઘટના સ્થળે જ જીવ જતો રહ્યો

ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામમાં કરુણાંતિકા સર્જાઈ છે, ખેતમજુરી કરતાં પરિવાર અણધારી આફત આવી પડી છે. પિતા સાથે ટ્રેક્ટર બેઠલા પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

 મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કંકાવટી ગામે ખેતમજૂરી માટે આવેલા વિદેશભાઈ માલ વાડીમાં ટ્રેક્ટરથી ખેતી કામ કરી રહ્યા હતા. બાજુમાં આઠ વર્ષનો પુત્ર જગદીશ માલ બેઠો હતો. પણ કોઈ કારણસર પુત્ર ટ્રેક્ટરની નીચે પટકાયો હતો અને ટાયર ફરી વળતાં કચડાઈ ગયો હતો. પિતાએ આક્રંદ સાથે વાડીના માલિક અને ગામલોકોને જાણ કરી હતી. પણ ગંભીર ઇજાઓ થતાં દીકરાના ખોળિયામાંથી ઘટના સ્થળે જ જીવ જતો રહ્યો હતો. 

   તાત્કાલિક આ બનાવની જાણ વાડી માલિકે પોલીસને કરી હતી. જે બાદ મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મધ્યપ્રદેશના વિદેશભાઈ માલના પરિવારમાં તેમજ ગામ પંથકમાં સોંપો પડી ગયો હતો.  પિતા હજુ પણ દીકરા વિયોગના સદમાંમાં સરી પડ્યા છે. કાળક્રમે બનેલી આ ઘટનામાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોતાના જ સંતાનનું આ રીતે કરૂણ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

(11:07 PM IST)