News of Monday, 8th December 2025
શ્રી સોમનાથ મંદિરે માર્ગશીર્ષ આદ્રા નક્ષત્ર નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવનું વિશેષ મહાપૂજન, શતરુદ્રિય પાઠ અને દીપમાળા

વેરાવળ : ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે, માર્ગશીર્ષ માસના પવિત્ર મહા આદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે, ભક્તિમય વાતાવરણ વચ્ચે અનેકવિધ ધાર્મિક પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ મહાપૂજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રથમ જ્યોર્તિલિંગની પાવન ભૂમિ પ્રભાસ ખાતે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે, આજના દિવસે શિવ આરાધના, પંચાક્ષર સ્તોત્રનું પઠન અને દીપ જ્યોતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
આ પવિત્ર દિવસે, શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું. પરંપરાગત વિધિ મુજબ, ભગવાનને પવિત્ર દ્રવ્યો અને પંચામળતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, વૈદિક મંત્રોચ્ચાર સાથે શતરુદ્રિય અભિષેક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ શતરુદ્રિય પાઠ દ્વારા દેવાધિદેવ મહાદેવ સમક્ષ સમગ્ર વિશ્વ કલ્યાણની કામના સાથે શાંતિ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરીને શિવ પૂજા-અર્ચના, આરતી કરી પ્રસાદી અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી.
મહા આદ્રા નક્ષત્રના આ શુભ દિવસે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક અને ગંગાજળ અભિષેક, બિલ્વ પૂજા, મહામળત્યુંજય જાપ સહિત અભિષેકાત્મક અને જપાત્મક પૂજનોનો લાભ લઈને ભક્તોએ પુણ્ય અર્જન કર્યું હતું અને પવિત્રતાનો અનુભવ કર્યો હતો. સમગ્ર મંદિર પરિસર ઁહર હર મહાદેવઁના નાદથી ગુંજી ઉઠ્યું હતું.(તસ્વીર - અહેવાલ :દિપક કક્કડ : વેરાવળ)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
