News of Monday, 8th December 2025
કેશોદના યુવાન પર મેંદરડામાં સાસરીયાનો હુમલો
પત્ની, સાસુ, સાળા અને સાળી સામે ફરીયાદ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૦૮: કેશોદમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા સમીરભાઈ નુરઅલીભાઈ દિનાણીના મેંદરડામાં રહેતા સાળા રાહુલને તેની પત્ની ઝઘડો સાથે ઝગડો થયો રસોસાળુજીની માદી સમીરભાઈ અને તેની પત્ની નિરૂપાએ બંને પતિ-પત્ની વચ્ચે સમાધાનના પ્રયાસ કર્યા હતા પરંતુ સમાધાન થયું ન હતું. જેથી સમીરભાઈ તેની પત્ની સાથે કેશોદ તેના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ સાળા રાહુલે પત્ની સાથે સમાધાન કરવા માટે બહેન અને જમાઈને મેંદરડા બોલાવ્યા હતા.
જેથી સમીરભાઈ પત્ની નિરૂપાબેન સાથે સસરાના ઘરે મેંદરડા ગયા હતા. સસરાના ઘરે પહોંચતા જ પત્ની નિરૂપાએ કોઈપણ કારણ કે બોલ્યા વગર પતિ સમીરભાઈને માથામાં પથ્થરનો ઘા માર્યો હતો.
આ દરમિયાન સાળા રાહુલે લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. પત્ની સહિત સાસુએ જમાઈને પછાડીને ઘસડ્યો હતો અને સાળીએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
પત્ની સહિત સાસરીયાઓએ જમાઈને માર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. સમીરભાઈને મેંદરડા દવાખાને સારવાર માટે ખસેડયા હતા. સમીરભાઈએ પત્ની સહિત સાસરીયાઓ સામે માર મારી ઈજાગ્રસ્ત કર્યા અંગે મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
