News of Monday, 8th December 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડી વધી : ગિરનાર ૮, નલીયા ૧૧ ડીગ્રી
લઘુતમ તાપમાનનો પારો વળી પાછો નીચે ઉતરવા લાગ્યો : રાત્રે-સવારે શિયાળાની વધુ અસર

રાજકોટ, તા., ૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી ફરી ઠંડીની અસર વધી છે. આજે ગિરનાર ઉપર ૮ ડીગ્રી, કચ્છના નલીયામાં ૧૧ ડીગ્રી, રાજકોટમાં ૧૩.ર , જામનગરમાં ૧૪.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : સોરઠમાં ઠંડી વધતા લોકોની મુશ્કેલ વધારો થયો હતો. જ્યારે ગિરનાર પર ૮ ડિગ્રી ઠંડીથી પ્રવાસીઓ ઠુંઠવાઇ ગયા હતા.
ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા તેની અસર સૌરાષ્ટ્ર અને સોરઠમાં થઈ છે. આજે સવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન ઘટીને ૮ ડીગ્રી નોંધાયું હતું. તેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્તારમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. ગિરનાર પર એકાએક ઠંડી વધતા યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
જુનાગઢ ખાતે સવારનું તાપમાન ૧૩ ડિગ્રી રહેતા તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાથી વધુ રહ્યું હતું. જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૧.૯ કિલોમીટરની રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી, મહતમ તાપમાન ૩૦ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૬૯ ટકા, પવનની ગતી કિ.મી. રહી છે. (૪.૫)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૯.૦ ડીગ્રી
અમદાવાદ ૧પ.પ ડીગ્રી
નલીયા ૧૧.૦ ડીગ્રી
અમરેલી ૧પ.૦ ડીગ્રી
વડોદરા ૧૩.૦ ડીગ્રી
ભાવનગર ૧પ.૮ ડીગ્રી
ભુજ ૧૪.૭ ડીગ્રી
દમણ ૧૬.૬ ડીગ્રી
ડીસા ૧૩.૯ ડીગ્રી
જામનગર ૧૪.પ ડીગ્રી
કંડલા ૧૬.૬ ડીગ્રી
રાજકોટ ૧૩.ર ડીગ્રી
સુરત ૧૯.૯ ડીગ્રી
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
