News of Monday, 8th December 2025
વિંછીયાના બેલડામાં જુના મનદુઃખમાં ભાનુબેન ગમારા અને પુત્ર અનિલ ગમારા પર હુમલો
કાકાજી રેવા ગમારા, ભત્રીજા રામજીએ વાડીએ ધસી આવી પાઇપથી ફટકાર્યાઃ બંનેને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૮: વિંછીયાના બેલડા ગામે ભરવાડ મહિલા અને તેના દિકરા પર તેઓ વાડીએ હતાં ત્યારે કુટુંબી સગાએ લોખંડના પાઇપથી હુમલો કરી બંનેને માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ બેલડા ગામે રહેતાં ભાનુબેન લાખાભાઇ ગમારા (ઉ.વ.૪૫) અને તેનો દિકરો અનિલ લાખાભાઇ ગમારા (ઉ.વ.૨૬) પોતાની વાડીએ હતાં ત્યારે ભાનુબેનના કાકાજી સસરા રેવા ભવાનભાઇ ગમારા અને ભત્રીજા રામજી રેવાએ વાડીએ ધસી આવી ઝઘડો કરી લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં બંનેને વિંછીયા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. ભાનુબેને કહ્યું હતું કે અમારે બે વર્ષ પહેલા માથાકુટ થઇ હોઇ ત્યારે મારામારી થઇ હતી. જુનું મનદુઃખ ચાલતું હોઇ તેના કારણે આ હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, શક્તિસિંહ, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
