News of Monday, 8th December 2025
પોરબંદરમાં અશ્માવતી ઘાટ નજીક સમુદ્રના મુખમાં ડ્રેજીંગના નામે ૨૧ કરોડનું કૌભાંડ
ડ્રેજીંગના નામે કરોડો રૂપિયાના ખોટા બિલો બનાવી હજમ કરી ગયા હોવાની મુખ્યમંત્રી સહિતનાને આર ટી આઈ એક્ટિવિસ્ટે કરી ફરિયાદ

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા.૮: પોરબંદર શહેર જિલ્લાની જીવાદોરી એટલે માછીમારી ઉદ્યોગ છે આ ઉદ્યોગ ઘણા સમયથી મરણ પથારીએ છે કારણ કે સમુદ્રમાં દૂર સુધી જાય તો પણ ફિશિંગ મળતું નથી અને સમુદ્રમાં જવા માટેનું મુખ્ય દ્રાર છે ત્યાં વર્ષોથી રેતીનો ભરાવો છે જેનાથી ફિશિંગ બોટ ફસાય જાય છે અને માછીમારોને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવે છે આ મામલે નાચનારો એ રાજ્ય અને કેન્દ્રમાં અનેક વખત લેખિત મોખિક રજૂઆતો કરી તેમ છતાં ડ્રેજીંગ થતું નથી જે ડ્રેજિંગનું કામ જે કોન્ટ્રાક્ટરને મળેલ તેને મોટા મગરો સાથે મળી ૨૧ કરોડનું કોભાંડ કરી લીધું હોવાના આક્ષેપ આર ટી આઈ એક્ટિવિસ્ટ બાવન કાના બાદરશાહી એ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી છે.
પોરબંદરના માછીમારો દ્રારા સમુદ્રના કિનારા પર રેતીનો ભરાવો થવાના કારણે ફિશિંગ બોટોને નુકશાન થતું હોવાથી મુખમાં ડ્રેજીંગ કરવું જરૂરી સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરી ડ્રેજીંગ પ્રક્રિયા માટે એજન્સીને ડ્રેજીંગ કામ આપેલ જે ડ્રેજિંગ નહીં થયું હોવાના આક્ષેપ આર ટી આઈ એક્ટિવિસ્ટ કરી રહ્યા છે અને કામ નહીં થયું હોવા છતાં મોટા મગરો ને પેમેન્ટ કરી દીધાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો બોટ એસોસિએસન પણ ડ્રેજીંગ નહીં થયું હોવાની વાતનો આવકાર કરે છે તો ફિશરીઝ અધિકારી ડ્રેજિંગ થયું અને નિયમ મુજબ કામ કરેલ અને સરકાર દ્રારા પેમેન્ટ કર્યું હોવાની વાતનો કેમેરા સામે સ્વીકાર કરી રહ્યા છે.
આર ટી આઈ એક્ટિવિસ્ટે બાવન બાદરશાહી એ જણાવ્યું હતું કે ડ્રેજિંગ થયેલ નથી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલી ભગત કરી ૨૧ કરોડના ખોટાબીલોની ઉચાપત કરેલ છે મેં મુખ્યમત્રી સ્વાગતમાં ફરિયાદ કરી છે જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ સુધી લડત લડીશ અને કોભાંડનો સામે કાર્યવાહી થાય ત્યાં સુધી લડતો રહીશ.
વધુમાં જણાવેલ કે ચોપડા પર ડ્રેજીંગ થયેલ હોવાનું જણાવેલ ૧૨.૫૦ કરોડનું ડ્રેજીંગનું કામ આપેલ હતું તેના બદલે ૨૧ કરોડનું સરકારે પેમેન્ટ કરી આપેલ છે ડ્રેજીંગ થયું હોઈ તો માંગણી વાળા વિસ્તારમાં થયેલ નથી કયા વાહનો વાપરવામાં આવેલ તેની વિગતો નથી નીતિ નિયમ મુજબ ડ્રેજીંગ કરી ૫ નોટિકલ માઈલ દૂર મલબો ફેંકવાનો હોઈ જે કામ થયેલ નથી ઉપરથી રેતીના ઢગલા કરી કિનારા પર મૂકી દીધા છે અમારી સરકારને માંગ છે કે કિશોર પ્રોજેક્ટને કે પેમેન્ટ કરેલ તે પરત લે અને અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરે.
માછીમાર બોટ એસોસિએશનમાં પ્રમુખ મુકેશ પાંજરીએ પણ અસ્માવતી ઘાટ નજીક સમુદ્રના મુખમાં ૨૦૨૦થી કોઈ ડ્રેજિંગ નહીં થયું હોવાની વાત સ્વીકારે છે અને સરકાર પાસે વિગત માગી છે તેમ પણ જણાવેલ હતું ૨૦૨૦ પછી કોઈ ડ્રેજિંગ થયેલ નથી અમારી માંગ મુજબ કામ થતા નથી દરિયાની ભરતી આવે પછી બોટ બહાર નીકળે નહિતર અમારી બોટો રેતીમાં ફસાઈ અને નુકશાન થાય પેમેન્ટ થયું કે નહીં એ માહિતી મળી પાસે નથી પણ જો આવું હશે તો એનો વિરોધ કરીશું અને પેમેન્ટ અટકાવીશું તાજેતરમાં અમારી ફિશિંગ બોટ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પરત બોલાવી પડેલ જે નુકશાન પણ એનો ભોગવી રહ્યા છે.
એક તરફ આર ટી આઈ એક્ટિવિસ્ટ કામ નથી થયું તેની વાત કરે છે તે વાતને બોટ એસોસીએસન સમર્થન આપે છે પરંતુ ફિશરીઝ અધિકારી કામથી ગયું અને અને પેમેન્ટ થયું એવી વાત ફિશરીસ અધિકારી કિશોર સિકોતરીયાની વાત કરીએ તો એમને જણાવેલ કે અગાઉના સમયમાં ડ્રેસિંગની કામગીરી બે વર્ષમાં કરવામાં આવેલ જે કામગીરી પૂર્ણ થયેલ છે વડી કચેરી દ્વારા પેમેન્ટ કરવામાં આવેલ છે માછીમારોની માંગ છે ડ્રેજીંગ કરવામાં માટે તે બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છેપોતે કોઈ જવાબદારી લેવા માંગતા નથી એટલે સમગ્ર મામલે વડી કચેરીનું નામ આપી હાથ ઉંચા કરી દે છે.
જે રીતે માછીમારોને ડ્રેસીંગના કારણે નુકશાન થાય છે તેનાથી વધુ તો કિનારા પર મોટા રેતીના ઢગલા પડ્યા છે તેના કારણે મોટાભાગની બોટો સમુદ્ર કિનારા પર આવી શકતી નથી અને પાણીના વહેણના બદલે હવે રેતીના વહેણ કિનારા પર આવતા હોઈ અને રેતીનો ભરાવો કિનારે હોઈ તેવા દૃશ્ય સ્પષ્ટ જોવા મળે છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
