News of Monday, 8th December 2025
પોરબંદરમાં હોસ્પિટલમાં કેદીએ એસિડ ગટગટાવ્યું
આપઘાત કરવાના પ્રયાસની બીજી ઘટના સામે આવીઃબાથરૃમમાં પડેલો એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

સુરત : રાજકોટમાં કેદીએ સિવિલ હોસ્પિટલમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે પોરબંદરમાં પણ હોસ્પિટલમાં એક કેદીએ એસિડ ગટગટાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કેદીની તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં આપઘાત કરવાના પ્રયાસની બીજી ઘટના સામે આવી છે. રાજકોટમાં કેદીએ સિવિલ હોસ્પિટલમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે પોરબંદરમાં પણ હોસ્પિટલમાં એક કેદીએ એસિડ ગટગટાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કેદીની તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલના પ્રિઝનલ વૉડમાં એક કેદીએ એસિડ પી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોરબંદરની ખાસ જેલમાં કેદી મહેશ બથવારની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લવાયો હતો. આ કેદીએ બાથરૃમમાં રાખેલો એસિડ પી લેતા સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. તાજેતરમાં બગવદર પોલીસ સ્ટેશનના સરકારી વાહનનમાં મહેશ બથવારે તોડફોડ કરી હતી.
આ કેદીએ ભાવસિંહજી હોસ્પિટલમા ગત રાત્રે બાથરૃમમાં પડેલું એસિડ પી લેતાં તાત્કાલિક ડોક્ટરને બોલાવી તપાસ કરવામાં આવી હતી. કેદીએ એસિડ પી લીધું હોવાથી તેને તાત્કાલિક અન્ય જિલ્લાની હોસ્પિટલમાં રીફર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પણ એક કેદીને તબિયત લથડતા દાખલ કરાયો હતો. જ્યાં તેણે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
