News of Tuesday, 9th December 2025
ડિજિટલ અરેસ્ટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને વડોદરા ખાતેથી આદીપુર પોલીસની ટીમે ઝડપી પાડ્યા
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 61,070 એક મોબાઈલ ફોન અંદાજે 30,000 રૂપિયાનું અને બેન્ક એકાઉન્ટમાં જમા કરાવેલી રકમ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

કચ્છના આદિપુરમાં પણ એક આવો જ બનાવ સામે આવ્યો છે. આદીપુર પોલીસ સ્ટેશનમાં ડિજિટલ અરેસ્ટને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે હાલ આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને વડોદરા ખાતેથી આદીપુર પોલીસે ઝડપી પાડ્યા છે
મળતી માહિતી અનુસાર આદીપુર પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન છેતરપીંડી અને ડિજિટલ એરેસ્ટનો ગુનો નોંધાયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક વિશેષ તપાસ ટીમ બનાવી અને ટીમને વડોદરા મોકલી દેવામાં આવી હતી. જોકે, આ અંગે તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ તેમના બેન્ક ટ્રાન્ઝેક્શન અને હાજર પુરાવાઓના આધારે પોલીસે બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 61,070 એક મોબાઈલ ફોન અંદાજે 30,000 રૂપિયાનું અને બેન્ક એકાઉન્ટમાં જમા કરાવેલી રકમ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
ધરપકડ કરાયેલ આરોપી
(૧) કૃપેશ વિનોદકુમાર પારેખ – રહેવાસી વાઘોડીયા-ડભોઇ રોડ, વડોદરા
(૨) નિસર્ગ પ્રવિણભાઈ મકવાણા – રહેવાસી વ્રજભૂમિ સોસાયટી, વડોદરા
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
